'મેં નથી મનાવ્યું હનીમૂન' પતિનો બળાપો! કોર્ટમાં પહોંચ્યો સુરતના ધનિક પરિવારનો વિવાદ
Honeymoon: સુરતનો પતિ-પત્નીનો મામલો હાલ ચર્ચામાં છે. આ કિસ્સો સુરતમાં કાપડ માર્કેટમાં ઉત્પાદનનો વ્યવસાય કરતા પરિવારનો છે. લગ્નના થોડા દિવસો બાદ પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ શરૂ થયો અને બંને વચ્ચેનો સંબંધ છૂટાછેડા સુધી પહોંચ્યો. બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. મામલો કોર્ટમાં ગયા બાદ પત્નીએ ભરણપોષણની માંગણી કરી હતી.
Trending Photos
Honeymoon: સુરતના એક અત્યંત સમૃદ્ધ પરિવારના પતિ-પત્નીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બંનેએ છૂટાછેડા માટે હાઈકોર્ટમાં અરજી કરતાં આ સમયે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી પત્નીએ ભરણપોષણ માટે અરજી કરી હતી. જ્યારે કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ ત્યારે પતિએ પત્ની ચારિત્રહીન હોવાનો આરોપ લગાવ્યો, તો કોર્ટે આવા આરોપો લગાવવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી પત્નીના બીજા લગ્ન ન થાય ત્યાં સુધી ભરણપોષણ તો ચૂકવવું જ પડશે.
આ પણ ખાસ વાંચોઃ
અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
ટૂંકા કપડામાં પણ મહિલાઓને ઠંડી ન લાગવા પાછળનું કારણ આવ્યું સામે, જાણીને નવાઈ લાગશે
પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત
હનિમૂનમાં થયો હતો ખુલાસો-
સુરતનો પતિ-પત્નીનો મામલો હાલ ચર્ચામાં છે. આ કિસ્સો સુરતમાં કાપડ માર્કેટમાં ઉત્પાદનનો વ્યવસાય કરતા પરિવારનો છે. લગ્નના થોડા દિવસો બાદ પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ શરૂ થયો અને બંને વચ્ચેનો સંબંધ છૂટાછેડા સુધી પહોંચ્યો. બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. મામલો કોર્ટમાં ગયા બાદ પત્નીએ ભરણપોષણની માંગણી કરી હતી. તો તેના જવાબમાં કાપડના વેપારી પતિએ દલીલ કરી હતી કે તેની પત્નીને લગ્ન પહેલા એક યુવક સાથે સંબંધ હતો. સગાઈ બાદ પણ તે યુવકને મળવા જતી હતી. લગ્ન પછી હનીમૂન દરમિયાન તેણે કહ્યું હતું કે હું તમારી સાથે પતિ તરીકે કોઈ સંબંધ રાખવા માંગતી નથી. સંતાનો પણ ઈચ્છતી નથી. તમે ઈચ્છો તેમ જીવી શકો છો.
આ પણ ખાસ વાંચોઃ
ડાયાબિટીસથી ડરશો નહીં, આ ઉપાયથી થઈ શકે છે સમસ્યાનું કાયમી સમાધાન
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
Diabetes: શું તમારા પગમાંથી પણ આવે છે દુર્ગંધ? આ છે મોટી બીમારીનો સંકેત!
કોર્ટમાં આવી દલીલો ન કરો-
એક તરફ પતિએ ભરણપોષણ ન આપવા માટે દલીલો કરી હતી અને પત્નીએ કહ્યું કે મારા પતિએ તેની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. તેને કોલેજની યુવતી સાથે પ્રેમ હતો. તેથી લગ્નના થોડા સમય બાદ તેણે મને છોડી દીધી હતી. તેથી છૂટાછેડા સુધી મને ભરણપોષણ મળવું જોઈએ. જ્યારે વકીલે પત્ની વ્યભિચારી હોવાની દલીલ કરી ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટ સમક્ષ આવી દલીલો ન કરવી જોઈએ તેમ પણ કહેવામાં આવ્યું હતું.
RTGS દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે-
આ કેસની સુનાવણીમાં હાઈકોર્ટે કહ્યું કે જ્યાં સુધી પત્ની ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી ભરણપોષણ ચૂકવવું જોઈએ. હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે ફેમિલી કોર્ટ દ્વારા નક્કી કરાયેલા 3 વર્ષના ભરણપોષણનું બાકી રહેલી રકમ RTGS દ્વારા પત્નીને ચૂકવવામાં આવે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ જ્યાં સુધી પત્ની ફરીથી લગ્ન નહીં કરે ત્યાં સુધી પતિએ ભરણપોષણનો ખર્ચ ઉઠાવવો પડશે.
આ પણ ખાસ વાંચોઃ
ગરમીમાં કાશ્મીરની શાનદાર પહાડીઓની સફર કરવા માગો છો? તો IRCTC લાવ્યું છે ખાસ પેકેજ
પૈસાની ચિંતા છોડી ગમે તેટલાં કરો 'પંખા ફાસ' નહીં આવે બિલ! અપનાવો આ ટેકનીક
Passport માટે હવે નહીં ખાવા પડે ધક્કા, જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે