ગોધરા રમખાણો બાદ PM મોદી ચૂપ રહીને 19 વર્ષ સુધી શિવજીની જેમ ઝેર પીતા રહ્યા : અમિત શાહ
Gujarat Riots Case : સુપ્રીમ કોર્ટ દ્વારા જાકીયા જાફરીની અરજી આખરે ફગાવી દેવાયા બાદ ગુજરાતના રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહની સ્પષ્ટ વાત
Trending Photos
અમદાવાદ :સુપ્રીમ કોર્ટ દ્વારા જાકીયા જાફરીની અરજી આખરે ફગાવી દેવામાં આવી હતી. પૂર્વ કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના પત્ની જાકીયા જાફરી સીટ અને તત્કાલીન મુખ્યમંત્રી સહિત અનેક લોકોની આ તોફાનોમાં સંડોવણી હોવાની અને સીટ દ્વારા તેમને છાવરવામાં આવ્યા હોવાના મુદ્દે વર્ષોથી કોર્ટમાં લડત આપી રહ્યા હતા. જો કે ગત્ત સુનાવણી દરમિયાન તેમણે જ પોતાના નિવેદનમાં મોટુ પરિવર્તન કરતા આખરે સુપ્રીમ કોર્ટે અરજીને ડિસમિસ કરી દીધી હતી. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર મુદ્દે વાત કરી. એ વખતે શુ થયુ હતું તે જણાવ્યું.
અમિત શાહે 2002 ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય આવ્યા બાદ પીએમ મોદીના સંઘર્ષ પર વાત કરી. ખાસ ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું, ગુજરાતના રમખાણોને હંમેશા રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા. મેં પીએમ મોદીનુ દર્દ નજીકથી જોયુ છે. તેમણે આ પર ચૂપચાપ વર્ષોથી હુમલા સહન કર્યાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી એએનઆઈને ઈન્ટરવ્યૂમાં 2002 ના રમખાણો પર પીએમ મોદીને મળેલી ક્લીનચીટ પર સંતોષ વ્યક્ત કર્યો. શાહે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર લગાવેલા તમામ આરોપને નકારી કાઢ્યા છે. પીએમ મોદી પર ખોટા આરોપ લાગ્યા હતા. આવુ કરનારાઓએ હવે માફી માંગવી જોઈએ. કારણ કે, મોદીજીએ હંમેશા કાયદાને સાથ આપ્યો છે.
આ પણ વાંચો : ગરીબો કરતા પણ બદતર હાલતમાં જીવે છે ગુજરાતના આ પૂર્વ ધારાસભ્ય, બે ટંક ખાવાનુ મળે તો ભગવાનનો પાડ માને છે
તેમણે કહ્યુ કે, લોકતંત્રમાં મોદીજીએ સંવિધાનનું આદર કેવી રીતે કરવુ તે એક ઉદાહરણ છે. મારી પણ ધરપકડ થઈ હતી. કોઈ ઘરણા થયા હતા. આટલી લડાઈ બાદ સત્ય વિજયી થઈને બહાર આવે તો સોના કરતા વધુ ચમકે છે. જે લોકોએ આરોપ લગાવ્યો હતો તેમની અંતર આત્મા છે તો મોદી અને ભાજપની ક્ષમા માંગવી જોઈએ. રમખાણ મોટિવેટેડ હતા, અને મુખ્યમંત્રીનો હતો એવો આરોપ હતો. રમખાણ થયા હતા તે વાત સાચી છે. અમારી સરકારે ક્યારેય મીડિયાના કામમાં દખલ કર્યુ નથી. પરંતુ તે સમયે ઈકો સિસ્ટમ બની હતી, તેણે એક જૂથના વિવાદને જનતા સામે મૂક્યા. તેની ઈન્ફ્લુઅન્સમાં અનેક લોકો આવ્યા. એસઆઈટીનો ઓર્ડર કોર્ટનો ન હતો. એક એનજીઓએ એસઆઈટીની માંગ કરી હતી. અમારી સરકારને કંઈ છુપાવવુ ન હતુ તે તેથી એસઆઈટી અમને મંજૂર હતી. એનજીઓની માંગ પર એસઆઈટી બેસી હતી. આજે જજમેન્ટથી નક્કી થયુ કે, જજમેન્ટના પોલીસ ઓફિસર, એનજીઓ અને કેટલાક પોલિટિકલ એનજીઓનુ નામ છે. એસઆઈટીની ટીમે સ્પષ્ટ કર્યુ કે, સનસની ફેલાવવા ખોટુ ફેલાવવામાં આવ્યું. ખોટા સબૂત બનાવાયા. એસઆઈટીને જવાબ લખાવતા હતા ત્યારે માલૂમ હતુ કે આ ખોટુ સત્ય છે. આજે કોર્ટે સ્પષ્ટ કર્યુ કે, સરકારે રમખાણ રોકવા પ્રયાસો કર્યો હતા. મુખ્યમંત્રીએ વારંવાર શાંતિની અપીલ કરી હતી. ટ્રેન બાળવાની ઘટના બાદ જે રમખાણ બન્યો સુનિયોજિત ન હતા, પણ સ્વકેન્દ્રીત હતા. કારણ કે, સ્ટીંગ ઓપરેશન પોલિટિકલી મોટેવિટેડ હતા.
#WATCH LIVE | HM Amit Shah breaks his silence on what happened during the 2002 Gujarat riots. An interview with ANI Editor Smita Prakash. https://t.co/qkX9eAYeG6
— ANI (@ANI) June 25, 2022
અમિત શાહે કહ્યુ કે, 18-19 વર્ષની લડાઈ, દેશના આટલા મોટા નેતા એક પણ શબ્દ બોલ્યા વગર તમામ દુખોને ભગવાન શંકરની જેમ વિષપાને ગળામા ઉતારીને સહન કરતા રહ્યા અને લડતા કરતા રહ્યા. 18 વર્ષ તેમણે ઘીરજ રાખી છે. આખરે વિજય થયો છે. તેમણે ઉદાહરણ સેટ કર્યું કે, આરોપ સાચો કે ખોટો છે તેને ન્યાયની અદાલત જ નક્કી કરે છે. ત્યા સુધી ધૈર્ય રાખો. આજે સત્ય સોના જેવુ ચમક્યુ છે. મને આનંદ થયો છે. ન્યાય પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે મેં નજીકથી મોદીજીનુ દર્દ જોયુ છે. તેઓ એક શબ્દ પણ બોલ્યા ન હતા. મજબૂત મનનો માણસ જ આવુ જ સ્ટેન્ડ લઈ શકે છે.
શાહે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તમે કહી શકો છો કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયે સિદ્ધ કર્યુ કે, તમામ આરોપ રાજકીય રૂપથી પ્રેરિત હતા. મોદીજીને જ્યારે પૂછપરછ કરાઈ ત્યારે કોઈએ ધરણા-પ્રદર્શન કર્યા ન હતા અને અમે પણ કાયદાને સહયોગ આપ્યો હતો. મારી પણ ધરપકડ થઈ હતી, પરંતુ કોઈ ધરણા થયા ન હતા.
આ પણ વાંચો : કામવાળી સાથે કચકચ ન કરવી હોય તો લઈ આવો આ મશીન
20 વર્ષ તમને રિવર્સમાં જોવુ પડે તો મોદીજી શુ કરી શક્તા હતા અને ન કર્યુ તે વિશે શાહે કહ્યુ કે, તે સમયની સ્થિતિ જોતા આટલી ડિટેઈલમાં કદાચ જ કોઈ મુખ્યમંત્રીએ કામ કર્યુ હશે. પોલીસ સ્ટેશનની સ્ટ્રેન્થ બહુ ઓછી હોય છે. પરિસ્થિતિ કન્ટ્રોલ કરવામાં સમય લાગે છે. 900 લોકો ફાયરીંગમાં માર્યા ગયા. ત્રણ દિવસ ફાયરીંગ થયું. પરંતુ સરકારને પણ વ્યવસ્થા કરવામાં અને સ્કેલ બન્યો તેમાં પહોંચવામાં થોડો સમય લાગે છે. ગીલ સાહેબ મદદે આવ્યા હતા, જેમણે શીખ રમખાણ પણ જોયા છે. તેમણે કહ્યું હતુ કે, આના કરતા વધુ ન્યૂટ્રલ અને પ્રોમ્ટ એક્શન મેં મારી જિંદગીમાં નથી જોયા.
તેમણે કહ્યુ કે, એક જ જજમેન્ટ સેશન્સ કોર્ટમાં આવ્યું, પછી તે હાઈકોર્ટમાં ગયુ. પછી સુપ્રીમમાં ગયુ, છતા તે લોકો સ્વીકારતા નથી. દરેક વાર એનજીઓએ તારીખ લીધી છે. ઈશ્યુને પેન્ડિંગ રાખીને લાંબો ખેંચ્યો છે. તેઓ ન્યાય નહિ પણ, પોલિટિકલ ગેઈન ઈચ્છતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે