Zee Sammelan 2022: બ્રેકઆઉટ કેટેગરીમાંથી કેવી રીતે સ્ટેન્ડ આઉટ દેશોની શ્રેણીમાં આવ્યું ભારત? રાજનાથ સિંહે જણાવ્યું
Zee Sammelan 2022: 'ઝી સંમેલન સંવાદ જરૂરી' ની શરૂઆત રક્ષામંત્રી રાજનાથ સિંહના સંબોધનથી થઈ.
Trending Photos
Zee Sammelan 2022: 'ઝી સંમેલન સંવાદ જરૂરી' ની શરૂઆત રક્ષામંત્રી રાજનાથ સિંહના સંબોધનથી થઈ. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે 2014 બાદ ભારતની અર્થવ્યવસ્થા કેવી રીતે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. રક્ષામંત્રીએ આ દરમિયાન 2014 બાદ મોદી સરકાર દ્વારા કરાયેલા કાર્યો વિશે પણ જણાવ્યું.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સંવાદ જરૂરી છે. લોકતંત્રના સ્વાસ્થ્ય માટે સંવાદ જરૂરી છે. સંવાદની પોતાની વેલ્યુ છે. 8 વર્ષમાં સરકારે જે કામકાજ કર્યું તેના પર આપણે વાત કરીશું. સરકારે શું કર્યું, શું નથી કર્યું તે તમે લોકો સારી રીતે જાણો છો. તેમણે કહ્યું કે એક શબ્દ છે સી ચેન્જ. આ આપણને જોવા મળશે. મારું માનવું છે કે 2014 પહેલા જે પ્રકારના હાલાત હતા, 2014ની જે ચૂંટણી થઈ હતી તે સમયે કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે દેશની જનતા કોંગ્રેસથી નારાજ હશે. એ જ કારણે તેમને હાર મળી. 2014 બાદ મોદી સરકારે વિઝન સાથે કામ કર્યું છે.
विचारों का सबसे बड़ा मंथन...Zee सम्मेलन में रक्षा मंत्री राजनाथ सिंह LIVE | #ZeeSammelan @rajnathsingh #ZeeNews #ZeeSammelan #LiveUpdates - https://t.co/asaJAvmeIt https://t.co/R5gVEJrsWG
— Zee News (@ZeeNews) June 25, 2022
રાજનાથ સિંહે કહ્યું કે એ વાત તો સૌએ સ્વીકારવી પડશે કે આંતરરાષ્ટ્રીય મંચ પર આજે ભારત જે પણ કઈ બોલે છે તેને આખી દુનિયા કાન ખોલીને સાંભળે છે. એક આત્મવિશ્વાસ અને ભરોસા સાથે અમારી સરકારે કામ કર્યું છે.
રાજનાથ સિંહે કહ્યું કે ભારત એક સમયે બ્રેકઆઉટ નેશનની શ્રેણીમાં ઊભું હતું. પરંતુ હવે એવું નથી. હવે ભારત સ્ટેન્ડ આઉટ નેશનની શ્રેણીમાં ઊભું છે. તેમણે કહ્યું કે બ્રેકઆઉટ નેશન એવા દેશોને કહે છે જેમાં વિક્સિત દેશની શ્રેણીમાં આવવાની ક્ષમતા હોય છે. પરંતુ સ્ટેન્ડ આઉટ નેશન તેનાથી એક ડગલું આગળની સ્થિતિ હોય છે એટલે કે તે દેશ પોતાના વિશિષ્ટ પ્રદર્શન સાથે વિક્સિત દેશોની સાથે આવી ઊભો હોય છે. 2013-14માં દેશની અર્થવ્યવસ્થા કેવી હતી તે બધાને ખબર છે. 2014 બાદ અમારી સરકાર આવ્યા બાદ અર્થવ્યવસ્થા અંગે અનેક પગલાં ભરાયા. આજનું ભારત ઉભરતું ભારત છે. મોદી સરકારના લીધે દેશની દશા અને દિશામાં ફેરફાર આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે આજે 100 પૈસા જો દિલ્હીની બેંકમાંથી નીકળે છે તો લાભાર્થીના એકાઉન્ટમાં 100ના 100 પૈસા પહોંચે છે. મોદી યુગની એક મોટી વિશિષ્ટતા છે કે આજે જે 100 પૈસા ઉપરથી મોકલાય છે તે 100 ટકા છેલ્લે સુધી પહોંચે છે. ભારતમાં ડિજિટલ લેવડદેવડ વધી છે. એક મહિનામાં 6 બિલિયન ડિજિટલનું ટ્રાન્ઝેક્શન થયું છે. 2026માં 65 ટકા લેવડદેવડ ભારત ડિજિટલ દ્વારા જ કરશે.
ચીનને એક ઈંચ જમીન પણ નહીં મળે
તેમણે કહ્યું કે હવે નોર્થ ઈસ્ટમાં પણ હિંસા ખતમ થઈ ગઈ છે. ભારતે દરેક જગ્યાએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. ભારત હવે નબળું ભારત રહ્યું નથી. ભારત શક્તિશાળી થઈ ગયું છે. ભારતે આજ સુધી ન તો કોઈ દેશ પર આક્રમણ કર્યું છે કે ન તો કોઈ દેશની જમીન પર કબજો જમાવ્યો છે. ભારતનું એ જ ચરિત્ર રહ્યું છે પરંતુ જો કોઈ ભારતને આંખ દેખાડશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. રક્ષામંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે એક ઈંચ જમીન પણ ચીનના કબજામાં જશે નહીં.
8 વર્ષમાં કોઈ મોટી આતંકી ઘટના નથી ઘટી
રક્ષામંત્રીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં એક પણ મોટી આતંકી ઘટના ઘટી નથી. પહેલા પાક સાથે યુદ્ધવિરામની સંધિ થયા બાદ તેનો ભંગ થતો હતો. પરંતુ હાલ એક વર્ષથી કરતા પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે