VIDEO: હોળીના અંગારા પર નાના ભૂલકાથી માંડીને મોટેરા..તમામ દોડ્યા ખુલ્લા પગે
સમગ્ર ભારતમાં રંગોના આ મહાપર્વ હોળ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણાના વિસનગર તાલુકાના લાછડી ગામમાં પેઢી દર પેઢી ચાલી આવતી પ્રણાલી આજે પણ અકબંધ રાખવા માં આવી છે આ લાછડી ગામ આજે પણ હોળી ના દહન બાદ જે અંગારા પડે છે તેમાં નાના ભૂલકાથી લઇને મોટેરા સુધીના તમામ લોકો આજે ખુલા પગે ચાલે છે આજે પણ એક પણ વ્યક્તિ ને કઈ પણ નથી થતું અને લોકો ની શ્રધા આજે પણ આ ગામ માં અકબંધ રહેવા ગઈ છે.
Trending Photos
તેજસ દવે, મહેસાણા: સમગ્ર ભારતમાં રંગોના આ મહાપર્વ હોળ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણાના વિસનગર તાલુકાના લાછડી ગામમાં પેઢી દર પેઢી ચાલી આવતી પ્રણાલી આજે પણ અકબંધ રાખવા માં આવી છે આ લાછડી ગામ આજે પણ હોળી ના દહન બાદ જે અંગારા પડે છે તેમાં નાના ભૂલકાથી લઇને મોટેરા સુધીના તમામ લોકો આજે ખુલા પગે ચાલે છે આજે પણ એક પણ વ્યક્તિ ને કઈ પણ નથી થતું અને લોકો ની શ્રધા આજે પણ આ ગામ માં અકબંધ રહેવા ગઈ છે.
કહેવત છે કે આસ્થા હોય તો પુરાવા ની જરુર રહેતી નથી. તેવો જ એક કિશો આજે મહેસાણાના વિસનગર તાલુકામાં થવા ગયો છે. ખોબા જેટલા ગામ લાછડી માં ગામ ના લોકોએ પરંપરા આજે પણ આકબંધ રાખી છે. અહી આ હોળીના તહેવારની ઉજવણી અનોખી રીતે કરવા માં આવે છે અને આજે પણ એ પ્રથા વર્ષો થી ચાલતી આવી છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા બને છે તેના પર ગામના યુવાનો ખુલ્લા પગે ચાલે છે. આ પરંપરા વિષે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે, અંગારા પર ચાલવા પાછળ શું કોઇ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઇને જાણકારી નથી. પરંતુ પેઢીદર પેઢી આ પ્રથા ચાલી આવે છે અને આજે પણ આ હોળી ના તહેવાર નિમિતે લોકો દર્શન અર્થે અહી આવી ને ધન્ય બને છે.
હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે, ત્યારે લાછડી ગામે હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના પર ખુલ્લા પગે ચાલવાની આ પરંપરા જોઈ ને દંગ રહી જવાય છે. આ પરંપરાને નિહાળવા માટે લોકો દુરદુરથી આવે છે... અને જાણે ગામ ના ગોદરે માનવ મહેરામણ ઉમટી ને મેળા જેવી સ્થિતિ નું નિર્માણ થવા જાય છે. અહી હોળીના દિવસે અંગારા પર લોકો ચાલે તો પણ જરા પણ દાજતા નથી...આ પ્રથા વર્ષોથી ચાલે છે અને પેઢીદર પેઢી આ પ્રથા ચાલશે સાથે એવી આસ્થા પણ ગામ ની અહી એવી છે કે આ અંગારા પર ચાલવા થી કોઈ પણ વ્યક્તિ ને કોઈ બીમારી થતી નથી અને આજે પણ નાના ભલુકા કે મોટેરા એક પછી મહિલા ઓં તમામ આ અંગારા પર ચાલતા વિચાર ને ડ્ગાવ્યા વિના ચાલતી પકડે છે.
જુઓ LIVE TV
એક તરફ આસ્થા સાથે જોડાયેલા આ પ્રતિક સમાન આ હોળી માં મહેસાણા જિલ્લા માં આ જ એક માત્ર ગામ એવું છે જેમાં હોળી ના તહેવાર પર અંગારા પર ચાલવા ની પ્રણાલી છે જ્યારે લોકો ની આસ્થા વચ્ચે એ વાત પણ પાકી છે કે આ ગામ આજે પણ નીરોગી રહેવા જાય છે .અને રેહશે તેમ કહીએ તો આ લાછડી ગામ માટે કઈક ખોટું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે