Holashtak 2023: જાણો કઈ તારીખથી શરૂ થાય છે હોળાષ્ટક, હોલિકા દહનનો આ છે શુભ સમય
Holashtak 2023 start and end date: હિંદુ પંચાંગ અનુસાર, આ વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 06 માર્ચ, 2023ની સાંજે 04:17 વાગ્યાથી શરૂ થઈને 07 માર્ચ, 2023 સુધી સાંજે 06:09 વાગ્યા સુધી રહેશે. જ્યારે હોલિકા દહન 07 માર્ચ 2023 ના રોજ કરવામાં આવશે અને રંગો સાથેની હોળી બીજા દિવસે 8 માર્ચ 2023 ના રોજ રમવામાં આવશે.
Trending Photos
Holashtak 2023 start and end date: હોળીનો તહેવાર એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. નવા વર્ષની શરૂઆત બાદ ફાગણ માસમાં આવતા આ તહેવારની લોકો રાહ જોતા હોય છે. આ સાથે આ તહેવાર દિલમાંથી દુષ્ટતાને ખતમ કરવાનો, ફરી ગળે મળવાનો અને ખુશીઓ મનાવવાનો તહેવાર છે. વર્ષ 2023 માં હોલિકા દહન 7 માર્ચ, 2023 ના રોજ કરવામાં આવશે, જ્યારે રંગો સાથેની હોળી એટલે ધૂળેટી 8 માર્ચે રમવામાં આવશે.
હોલિકા દહન 2023 માટે શુભ સમય
હિંદુ પંચાંગ અનુસાર, આ વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 06 માર્ચ, 2023ની સાંજે 04:17 વાગ્યાથી શરૂ થઈને 07 માર્ચ, 2023 સુધી સાંજે 06:09 વાગ્યા સુધી રહેશે. જ્યારે હોલિકા દહન 07 માર્ચ 2023 ના રોજ કરવામાં આવશે અને રંગો સાથેની હોળી બીજા દિવસે 8 માર્ચ 2023 ના રોજ રમવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ 8 માર્ચે જ ઉજવવામાં આવે છે.
હોલાષ્ટકમાં આ કામ ન કરવું
હોલિકા દહન પહેલા 8 દિવસ હોળાષ્ટક શરૂ થાય છે. હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી ફાલ્ગુન પૂર્ણિમાની રાત્રે હોલિકા દહન સુધી ચાલે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળાષ્ટકના આ 8 દિવસોમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુ ગ્રહો ઉગ્ર રહે છે. આ ગ્રહો શુભ કાર્યો પર નકારાત્મક અસર કરે છે, તેથી હોલાષ્ટક દરમિયાન શુભ કાર્ય કરવું વર્જિત છે.
ચાલો જાણીએ હોળાષ્ટમાં કઈ વસ્તુઓ ન કરવી જોઈએ.
- લગ્ન, મુંડન, નામકરણ, સગાઈ સહિતના તમામ શુભ કાર્યો હોળાષ્ટકમાં ન કરવા જોઈએ.
- ફાગણ શુક્લ અષ્ટમીથી લઈને પૂર્ણિમા સુધી હોળાષ્ટકમાં ન તો નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ અને ન તો ઘર બનાવવાનું શરૂ કરવું જોઈએ.
- હોળાષ્ટક દરમિયાન નવું મકાન, કાર, જમીન વગેરે ન ખરીદવી જોઈએ, ન બુકિંગ કરાવવું જોઈએ.
- હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન ન કરવા જોઈએ. જો કે ભજન-કીર્તન કરવું ખૂબ જ શુભ છે.
- હોળાષ્ટક દરમિયાન કોઈ નવું કામ ન કરવું. તેમજ નોકરીમાં ટ્રાન્સફર ન કરવી જોઈએ. હોળાષ્ટક પહેલાં કે પછી નવી નોકરીમાં જોડાવવું શુભ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે