સમગ્ર દુનિયા કચ્છના રણની ચમક જોવા સજ્જ, 20 દેશોના ડેલીગેટ્સ આવશે, આ મુદ્દાઓ પર રહેશે નજર
કચ્છમાં આવેલ સફેદ રણ જે આજે દેશ નહિ પંરતુ વિદેશમાં પણ ડંકો વગાડી રહ્યો છે. આ વખતે G-20 ની સમીટ ભારતમાં યોજવા જઈ રહી છે, ત્યારે આ G20માં પણ કચ્છ સામેલ થયું છે. આગામી ફેબ્રઆરી 7 થી 10 સુધી G-20 ની સમીટ કચ્છમાં યોજાવાની છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: સરહદી વિસ્તાર કચ્છ આમ તો રણ પ્રદેશ તરીકે ઓળખાય છે પરંતુ કચ્છ પણ હવે દેશ અને વિદેશમાં નામના ધરાવતો થયો છે. કચ્છમાં આવેલ સફેદ રણ જે આજે દેશ નહિ પંરતુ વિદેશમાં પણ ડંકો વગાડી રહ્યો છે. આ વખતે G-20 ની સમીટ ભારતમાં યોજવા જઈ રહી છે, ત્યારે આ G20માં પણ કચ્છ સામેલ થયું છે. આગામી ફેબ્રઆરી 7 થી 10 સુધી G-20 ની સમીટ કચ્છમાં યોજાવાની છે.
કચ્છ કલેકટર દિલીપ રાણાએ G 20 અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, G 20ની બેઠકમાં કચ્છના પ્રવાસન સ્થળો ધોરડોથી ધોળાવીરા અને સમૃતિવન સહિતનો સમાવેશ કરવામાં આવ્યું છે. 9 તારીખના G-20માં આવેલ તમામ દેલિગેટ્સ ધોળાવીરાની મુલાકાત લઈ પ્રવાસન અંગે ચર્ચા તેમજ સમીક્ષા કરશે. બેઠકમાં પ્રવાસન વિષય પર ચર્ચા વિચારણા કરશે. આ તમામ તૈયારીઓ વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર કરી રહ્યું છે. ધોરડોથી ધોળાવીરા જવા માટે નો રસ્તો, ધોળાવીરામાં ટેન્ટ સિટીની તૈયારીઓ, રણોત્સવમાં કોન્ફરન્સ હોલ, લાઇટ, પાણી સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
G20 ઇન્ડિયા અંતર્ગત કચ્છના રણ ખાતે તા.7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ (TWG); કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે#G20India pic.twitter.com/I0PpOznKVP
— Gujarat Information (@InfoGujarat) February 3, 2023
ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના એકસિક્યુટિવ નિરલ પવાણીએ જણાવ્યું હતું કે, G-20 કચ્છમાં યોજાઇ રહ્યું છે એ કચ્છની જનતા માટે ગૌરવની વાત છે કે G-20ની બેઠક માટે કચ્છને પસંદ કરવામાં આવ્યું છે. ભારતની જીડીપીમાં પ્રવાસન ક્ષેત્રનો સૌથી મોટું યોગદાન રહ્યું છે, તો કચ્છના લોકો માટે આ ખુશીની વાત છે કે G-20 ના માધ્યમથી પ્રવાસના ટ્રેકની પેહલી બેઠક કચ્છમાં થવાની છે. G-20ની આ બેઠક કચ્છ માટે ગેમ ચેન્જર સાબિત થશે.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ G 20 બેઠક અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છની અંદર આ બેઠક યોજવા જઈ રહી છે જે એક ગૌરવની વાત છે. આ સંમેલનમાં અનેક દેશોના મહાનુભવો આવશે અને પ્રવાસનના વિષય પર કચ્છના સફેદ રણમાં ચર્ચા વિચારણા કરશે. G 20ની બેઠક માટે કચ્છની પસંદગી કરવા બદલ કચ્છની જનતા વતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ છે.
અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડૉ. કલ્પના સતિજાએ જણાવ્યું હતું કે, G 20 સમીટની વાત કરવામાં આવે તો ભારતને પહેલી વખત પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે અને એ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળી છે જે એક ગૌરવની વાત છે. આ G 20 સમીટથી માત્ર કચ્છ કે ગુજરાતને નહીં પરંતુ પુરા ભારતને એનો ફાયદો થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં હંમેશા કલાઈમેટ ચેન્જ, પર્યાવરણ, વૈશ્વિક શાંતિ, ટકાઉ વિકાસ જેવા મોટા મોટા મુદ્દાઓને હમેશાં મહત્વ આપ્યું છે અને ભાર મૂક્યો છે. વિશ્વને આજે સારા પર્યાવરણની જરૂર છે, વૈશ્વિક શાંતિની જરૂર છે, ટકાઉ વિકાસની જરૂરિયાત છે.
G 20 બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં 19 દેશો અને 1 યુરોપિયન યુનિયન એમ કુલ 20 દેશોનો જે આ ગ્રુપ છે તેઓ સાથે મળીને ચર્ચા કરશે. આ ચર્ચા વિચારણા કર્યા બાદ ભારત તો ઠીક પર વિશ્વને પણ ફાયદો થશે. કારણ કે જેટલી પણ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ છે જેવી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, ઇન્ટરનેશનલ મોનેટાઈઝેશન ફંડ, યુનાઈટેડ નેશન્સ છે તેઓ પણ આમાં સામેલ છે અને G 20 સમીટમાં પોતાનું મહત્વનું યોગદાન પણ આપે છે. તો આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને G 20 બંનેના એકબીજા સાથેના સાથ સહકારથી વૈશ્વિક શાંતિ અને સારો પર્યાવરણ ઉભું થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે