કપાસના ભાવે ખેડૂતોને કર્યા ખુશખુશાલ, જાણો ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં શું ચાલી રહ્યા છે ભાવ?

સાબરકાંઠા જિલ્લામાં કપાસ-મગફળીનું વાવેતર વધુ છે. કપાસનું ૫૧૨૧૭ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયુ છે. વારંવાર વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ વચ્ચે મહામુસીબતે ખેડુતોએ પાક ઉભો કર્યો હતો.

કપાસના ભાવે ખેડૂતોને કર્યા ખુશખુશાલ, જાણો ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં શું ચાલી રહ્યા છે ભાવ?

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કોટન માર્કેટયાર્ડ આજે વિજયાદશમીના શુભ મુર્હર્તમાં કપાસની ખરીદીની શરૂઆત કરાઈ. પ્રથમ દિવસે જ 1500 રૂપિયા પ્રતિમણે ભાવ મળતા ખેડુતોમાં ખુશી જોવા મળી. 

સાબરકાંઠા જિલ્લામાં કપાસ-મગફળીનું વાવેતર વધુ છે. કપાસનું ૫૧૨૧૭ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયુ છે. વારંવાર વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ વચ્ચે મહામુસીબતે ખેડુતોએ પાક ઉભો કર્યો હતો. અત્યારે વીણામણના સમયે પણ વાતાવરણમાં પલટો અને ઝરમર વરસાદે હાલ તો કપાસને ભેજવાળો કરી નાંખ્યો છે અને જેના કારણે આજે વિજયાદશમી નિમિત્તે હિંમતનગર કોટન માર્કેટ યાર્ડ ખાતે પુજા વિધી અને દિપ પ્રગટાવ્યા બાદ શુભ મુર્હર્તમાં કપાસની ખરીદી શરૂ કરાઈ છે.

પ્રથમ દિવસે પાંચ જેટલા ખેડુતોએ આવ્યા હતા. જેમણે ૧૪૨૧થી ૧૫૦૦ પ્રતિમણ ના ભાવ મળ્યા હતા તો વહેલી સવારે જ ૧૦૦ મણ એટલે ૨૦૦૦ કિલોની આવક નોધાઈ. આમ તો ખેડુતોનું માનીએ તો પ્રતિ વીઘા દીઠ ૧૫ થી ૨૧ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો લાવવા લઈ જવુ વીણામણનો પણ ખર્ચ થતો હોય છે. ખેડુતો આ ભાવ પોષાય તેમ નથી. ૧૮૦૦ ઉપર પ્રતિમણનો ભાવ મળે તો પોષાય તેમ છે. પરંતુ હાલ ભેજવાળા કપાસનો ૧૫૦૦ રૂપિયા ભાવ મળતા ખેડુતો હરખાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news