લૉકડાઉનમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ શરૂ કર્યા ઓનલાઇન કોર્ષ, ફી મત્ર 50 રૂપિયા


યુનિવર્સીટી ખાતે આવેલ રસાયણશાસ્ત્ર વિભાગ, હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ અને લાઈફ સાયન્સ વિભાગ અંતર્ગત વિધાર્થીઓ પોતાના જ્ઞાન કૌશલ્યમાં વધારો કરી શકે તે માટે આ કોવીડ-19ના વૈશ્વિક મહામારીના સંકટ સમયમાં વિધાર્થીઓ ઘરે બેઠા પોતાના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણમાં પ્રવુત્ત રહી શકશે. 
 

લૉકડાઉનમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ શરૂ કર્યા ઓનલાઇન કોર્ષ, ફી મત્ર 50 રૂપિયા

પાટણઃ પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે કુલપતિશ્રી પ્રો. જે. જે. વોરાના માર્ગદર્શન હેઠળ રૂ.50ની ટોકન ફી સાથે ત્રણ ઓનલાઈન કોર્ષ ની શરૂઆત કરવામાં આવેલ છે. યુનિવર્સીટી ખાતે આવેલ રસાયણશાસ્ત્ર વિભાગ, હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ અને લાઈફ સાયન્સ વિભાગ અંતર્ગત વિધાર્થીઓ પોતાના જ્ઞાન કૌશલ્યમાં વધારો કરી શકે તે માટે આ કોવીડ-19ના વૈશ્વિક મહામારીના સંકટ સમયમાં વિધાર્થીઓ ઘરે બેઠા પોતાના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણમાં પ્રવુત્ત રહી શકશે. 

આ પ્રંસંગે યુનિવર્સીટીના કુલપતિ પ્રો. જે. જે. વોરા દ્વારા ઓનલાઈન કોર્ષના ઉદ્ઘાટન સત્રમાં જણાવાયું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ઘરે બેસી તેમની સ્કીલમાં વધારો કરી શકે તે માટે યુનિવર્સીટી ધ્વારા ઓનલાઈન કોર્ષની શરૂઆત કરવામાં આવેલ છે. તો આ કોર્ષની શરૂઆત થતા વિદ્યાર્થીઓ પણ ઉત્સુકતા પૂર્વક ઓનલાઈન એડમીશન મેળવેલ છે અને ઓનલાઈન ક્લાસની શરૂઆત આજ રોજ તારીખ 12 મે, 2020થી કરવામાં આવેલ છે. તો આ પ્રસંગે ઉદ્ઘાટન સત્રના સેશનમાં જોડાયેલા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. અનામિક શાહે જણાવેલ હતું કે વર્તમાન સમયમાં વૈશ્વિક કોરોના સંકટ વચ્ચે વિદ્યાર્થીઓ સતત પ્રવુત્ત રહેવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે ઈલેક્ટ્રોનિક મીડિયા શૈક્ષણિક જગત માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે.

રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટવાળા વિસ્તારોમાં ડ્રોનના ઉપયોગ સાથે હાઈડ્રોજન ગેસના બલૂનનો ઉપયોગ કરાશેઃ શિવાનંદ ઝા

આજના સાંપ્રત પ્રવાહમાં વિદ્યાર્થી ઘરે બેઠા  ICTના વિનિમયથી શિક્ષણની સ્કીલમાં વધારો કરી શકે છે અને નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તો આ પ્રસંગે વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સીટીના કુલપતિ પ્રો. વી. કે. શ્રીવાસ્તવે પોતાના ઓનલાઈન ઉદબોધનમાં જણાવ્યું હતું કે વર્તમાન પરિપેક્ષમાં ઓનલાઈન શિક્ષણએ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે. વિદ્યાર્થીઓ વૈશ્વિક કોરોના સંકટ વચ્ચે પણ પોતાના જ્ઞાન કૌશલ્યને વિકસિત કરવા ટેકનોસેવી બની ઓનલાઈન અભ્યાસ કરે તે સમયની માંગ છે. 

આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષ અને કોર્સ કોઓર્ડીનેટર ડૉ. કે. કે. પટેલ ધ્વારા સર્ટીફીકેટ ઇન હેલ્થકેર વેસ્ટ મેનેજમેન્ટ કોર્ષ સંદર્ભેની માહિતી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે કોવીડ-19 ના સંકટ સમયમાં સંક્રમણને રોકવા માટે હેલ્થકેર વેસ્ટ મેનેજમેન્ટ અત્યંત આવશ્યક છે.  

અમદાવાદઃ ખોખરા વોર્ડના  વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બન્યા કોરોનાનો શિકાર

વધુમાં રસાયણ શાસ્ત્ર વિભાગ  અધ્યક્ષ અને કોર્ષ કોઓર્ડીનેટર પ્રો. સંગીતા શર્મા ધ્વારા એનાલીટીકલ ટૂલ ફોર કેમિકલ એનાલીસીસ ના સર્ટીફીકેટ કોર્સની માહિતી આપવામાં આવી હતી તથા લાઈફ સાયન્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને  કોર્ષ કોઓર્ડીનેટર ડૉ. નિશીથ ધારૈયા ધ્વારા બેઝીક જી.આઈ. એસ. એન્ડ મેપિંગ એશેન્શીયલ ના સર્ટીફીકેટ કોર્ષની માહિતી આપવામાં આવેલ. આ તમામ સર્ટીફીકેટ કોર્ષમાં 450થી વધુ વિદ્યાર્થીઓનું એડમીશન કરવામાં આવેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news