બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી! જાણો ક્યા ભરાયેલા છે પાણી અને કયા રસ્તા છે બંધ?
બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પાલનપુરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જોકે સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી અનેક પંથકોમાં ક્યાંય ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ પાલનપુર ,વડગામ, અમીરગઢ, ડીસા,દાંતીવાડા સહિતના અનેક પંથકોમાં વરસાદ શરૂ થયો છે. જેમાં જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ શહેરના જુના બસસ્ટેન્ડ વિસ્તાર અને બસસ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને મુસાફરો અટવાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પાલનપુરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જોકે સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. સામાન્ય વરસાદમાં જ પાલનપુરના જુના બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા બહારથી આવતા મુસાફરો, સ્થાનિકો અને વાહન ચાલકો અટવાયા છે. બસ સ્ટેન્ડમાં પ્રવેશ દ્વાર ઉપર જ પાણી ભરાઈ જતા મુસાફરો અને વિધાર્થીઓને પાણીમાંથી પસાર થવા મજબુર બનવું પડ્યું છે. સામાન્ય વરસાદમાં જ આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો, દુકાનદારો અને મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે પાલિકા દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાય તેવી માંગ કરાઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોમાં વહેલી સવારથી જ વરસા પડી રહ્યો છે. જોકે પાલનપુર પંથકમાં પડેલા 2 ઇંચ વરસાદને લઈને પાલનપુરથી મલાણા ગામને જોડતા 25 ગામો તરફ જતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. રોડ ઉપર ભરેલ ભારે પાણી માંથી ટ્રક જેવા મોટા વાહનો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે તો અનેક નાના વાહન ચાલકો રોડ ઉપર ભરેલ પાણીને જોઈને પરત ફરી રહ્યા છે અને 10થી 15 કિલોમીટર ફરીને પાલનપુર જવા આવવા મજબુર બન્યા છે. વારંવાર આ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા રોડ અઘ્ધર લેવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહીના પગલે સતત બે દિવસથી બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકો સહિત પાલનપુર પંથકમાં વરસાદ પડતાં પાલનપુરના અનેક ગ્રામીણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ,જોકે વરસાદને લઈને પાલનપુરથી મલાણા ગામને જોડતા અને 25 ગામો તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા મોટા વાહનો પણ પાણી માંથી મહામુસીબતે પસાર થઈ રહ્યા છે તો રોડ ઉપર પાણી ભરાતા પાલનપુરથી મલાણા થઈને આંત્રોલી, વરવાડિયા, રામપુરા,ઉત્તમપુરા સહિત 25 ગામો તરફ જતા આવતા નાના વાહન ચાલકો પાણી જોઈને પરત ફરી રહ્યા છે તો 10 થી 15 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે. તો દર ચોમાસામાં આ માર્ગ ઉપર આ જ સ્થતિ ઉભી થતા 25 ગામોના સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ,જેને લઈને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ રોડને ઊંચો કરવામાં આવે જેથી આ સમસ્યાનો અંત આવે એને વાહન ચાલકો અને સ્થાનિકોને કોઈ તકલીફ ન પડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે