આજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદ

Weather Updates : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136થી વધારે તાલુકામાં નોંધાયો હળવો વરસાદ,,, હજુ 4 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી

આજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદ

Gujarat Weather Forecast : હજુ 4 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદી આવી પડશે. ત્યારે હવે અમદાવાદ અને ગાંધીનગરનો વારો છે. બંને શહેરોમાં મધ્યમ વરસાદની આગાહી છે. ગત 24 કલાકમાં રાજ્યમાં સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેરા, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે. સવારે 7 થી 10 વાગ્યા માટેની આ આગાહી છે. આ સાથે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી છે. 

અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે. આવતીકાલથી વરસાદી ઝાપટાં વધી શકે છે.

તેમણે કહ્યું કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.  

 ક્યાં ક્યાં વરસાદ આવશે
અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.  

તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news