ગુજરાતમાં ભારે વરસાદ, પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી, આપી મદદની ખાતરી
Gujarat Rain Alert: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 15 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ વચ્ચે પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી તમામ માહિતી મેળવી છે.
Trending Photos
ગાંધીનગર/નવી દિલ્હીઃ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની રહી છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. તો રસ્તાઓનું ધોવાણ થતાં કેટલાક ગામડાઓ સાથે સંપર્ક તૂટી ગયો છે. અમદાવાદમાં જ રવિવારે મોડી રાત સુધી ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી તમામ માહિતી મેળવી છે.
પ્રધાનમંત્રી મોદીએ મદદ કરવાની ખાતરી આપી
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ વિકટ બની રહી છે. રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી વિગત પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદ અંગે તમામ માહિતી મેલવી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીને એનડીઆરએફ સહિત તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવીને વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી.
— CMO Gujarat (@CMOGuj) July 11, 2022
ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની માહિતી પ્રમાણે 11 જુલાઈએ દક્ષિણ ગુજરાતના છોડાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરત, તાપી, ભરૂચ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, મહિસાગર, સાબરકાંઠા, મહેસાણા, તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડાંગ, નવસારી, વલસાદ, દાદરા નગર હવેલી, તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર, આ સિવાય ખેડા, ભરૂચ, અમદાવાદ, નર્મદા, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
13 જુલાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, દમણ, વલસાદ, ભરૂચ, સુરત, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ, નર્મદા, આણંદ, અમરેલી, પોરબંદર અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, વલસાદ, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 15 જુલાઈએ રાજ્યમાં ડાંગ, સુરત, વલસાદ, દમણ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે