અમદાવાદમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો, અનેક વિસ્તારોમાં ઘોધમાર વરસાદ શરૂ

Weather Forecast Today : અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો... કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો... વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ... પ્રહલાદ નગર, એસજી હાઇવે, સોલા,ચાણક્યપુરીમાં વરસાદ... ઘાટલોડિયા, નારણપુરા વિસ્તારમાં નોંધનીય વરસાદ 

અમદાવાદમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો, અનેક વિસ્તારોમાં ઘોધમાર વરસાદ શરૂ

Ahmedabad Rain : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે. કેટલાક વિસ્તારોમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાયો છે. એસજી હાઇવે, સોલા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, નારણપુરા વિસ્તારમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો. તો શહેરના અન્ય વિસ્તરોમાં પણ વરસાદી માહોલ છે. 

અમદાવાદ અચાનક મોટો પલટો

બપોર બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે. કેટલાક વિસ્તારોમાં ધીમે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાયો છે. એસજી હાઇવે  સોલા , ચાણક્યપુરી , ઘાટલોડિયા , નારણપુરા વિસ્તારમાં વરાસદ આવ્યો. તો પ્રહલાદ નગર વિસ્તારમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ ફૂંકાયો છે. શહેરના અન્ય વિસ્તરોમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

ગુજરાતમાં બીજે ક્યાં ક્યાં વરસાદ
ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે. જિલ્લાના પાલીતાણા અને ગારીયાધારના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોઁધાયો. બપોર સુધી અસહ્ય બફારાભર્યા માહોલ બાદ વરસાદ શરૂ થયો છે. વીજળીના ચમકારા અને મેઘ ગર્જના સાથે શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. જિલ્લાના પાલીતાણા પંથકમાં ધોધમાર વરસાદ જ્યારે ગારીયાધાર પંથકમાં હળવો વરસાદ વરસ્યો. તો બીજી તરફ, અમરેલીના બગસરામાં લુઘીયા, સુડાવડ, સાપર સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ કન્વક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી હળવા વરસાદની આગાહી છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદની આગાહી છે. આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news