રાજ્યના 215 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 116 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ સુત્રાપાડા અને વિસાવદરમાં 8 ઈંચ પડ્યો છે

રાજ્યના 215 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 116 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ સુત્રાપાડા અને વિસાવદરમાં 8 ઈંચ પડ્યો છે. જ્યારે ગણદેવીમાં 4.5 અને વેરાવળ, કોડીનાર, જલાલપોર, ચોર્યાસી, નવસારી અને વાપીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભરૂચ, સુરત, ડાંગ, નર્મદા, વડોદરા, આણંદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા શહેરોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉપરવાસમાંથી 8 લાખ 39 હજાર વિક્રમજનક પાણીની આવક થવાને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136.74 મીટરે પહોંચી ગઇ છે. જેને લઇને ડેમના દરવાજા ખોલી નર્મદામાં પાણી છોડાતા નર્મદા નીદમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ગોલ્ડન બ્રિજ ખાતે આવેલી નર્મદા નદી બેં કાઠે વહેતા તેની જળ સપાટી 31.50 ફૂટે પહોંચી ગઇ છે. 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 7.50 ફૂટ ઉપરથી નર્મદાનું પાણી વહી રહ્યું છે. નદીમાં જળસ્તર વધતા અત્યાર સુધી જિલ્લામાં 2 હજાર 900થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સજ્જ છે. જેને લઇને એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.

જૂનાગઢમાં અનરાધાર વરસાદ અવિરત ચાલુ છે. ગઈ કાલ સાંજથી જ શરૂ થયેલા વરસાદ રાતભર વરસ્યા પછી વહેલી સવારથી જ ધુંઆધાર બેટિંગ શરૂ કરી દીધી હતી. જેના કારણે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે. ગિરનાર પર્વત અને ગીરના જંગલમાં પણ ભારે વરસાદ છે. ગિરનારમાંથી નિકળતી સોનરખ અને કાળવા નદીમાં પુર આવ્યા છે. ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઇ રહી છે. નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું છે. સમગ્ર જીલલામાં છેલ્લા ૨૪ કલાકમાં બેથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વેરાવળની ભાગોળેથી પસાર થતી દેવકા નદી ગાડીતુર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખેતરો અને ગામના માર્ગો પર નદી વહેવા લાગી છે.

આંબલીયાળા અને વેરાવળને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઇ જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અવિરત મેઘમહેરથી ખેતરોમાં પાણી ભરાયા ગયા છે. ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદના પગલે વેરાવળ તાલાલા સ્ટેટ હાઇવે પણ પાણીમાં ગરકાવ થઇ જતા રોડ પાર ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. અમરેલી જિલ્લામાં 24 કલાક દરમિયાન સૌથી વધુ રાજુલામાં 78 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય અમરેલીમાં 17 મિમી, ખાંભામાં 9 મિમી, જાફરાબાદમાં 60 મિમી, ધારીમાં 42 મિમી, બગસરામાં 50 મિમી, બાબરામાં 10 મિમી, સાવરકુંડલામાં 75 મિમી, લાઠીમાં 14 મિમી, લીલીયામાં 17 મિમી અને વડીયામાં 42 મિમી વરસાદ નોંધાયો છે.

તો બીજી તરફ અમરેલીના વડીયામાં રાત્રી દરમિયાન ધીમેધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદને કરાણે વડીયાના સુરવોડેમમાં 2 ફૂટ જેટલા પાણીની આવક થઇ છે. વડીયા તેમજ આસપાસના ગ્રામ્યવિસ્તાર અનજનસુખ, તોરી, રામપુર, ખીજડિયા અને મોરવાડામાં અવિરત વરસાદ વરસ્યો હતો. વડિયાના બરવાળા બાવળ ગામે બોલેરો કાર પાણીમા તણાઈ હતી. ગામના બેઠા પુલ પરથી પસાર થતી વખતે આ ઘટના બની હતી. ઘટનાની સ્થાનિકોને જાણ થતા બોલેરો કાર સાથે કારમાં બેસેલા લોકોને બચાવ્યા હતા. ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ. થયો છે.

મહિસાગરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખાનપુરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાય છે. જ્યારે કડાણામાં એએક ઈંચ તેમજ અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાય છે. કડાણા ડેમમાં 88,291 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ડેમની જળ સપાટી 416.4 ફુટે પહોંચી ગઇ છે. ડેમના 6 ગેટ ખોલી 67,035 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમના પાંચ ગેટ પાંચ ફૂટ અને એક ગેટ બે ફૂટ ખોલ્યા છે. ડેમની ભયજનક સપાટી 419.4 ફૂટ છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news