મજબૂત સિસ્ટમ સર્જાઇ, મેઘરાજા ફરી ગુજરાતના આ વિસ્તારોને તરબોળ કરે તેવી આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ
Ambalal Patel Monsoon Prediction : એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે.
Trending Photos
Gujarat Weather Forecast: ગુજરાતમાં 15 સપ્ટેમ્બર બાદ એક પછી એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આગાહી ફરી એવું કહે છે કે ફરી વરસાદનું જોર વધશે. કારણ કે, એક સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, 29 સપ્ટેબરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 29 અને 30 તારીખે વધુ મજબુત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો દરિયા કિનારા ભાગોમાં 60થી 65 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 25 સપ્ટેમ્બરે સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાત રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
26 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
28 સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં પણ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના આંકડા કહે છે કે, દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બે મજબૂત સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ફરીથી દેશના 60 ટકા ભાગમાં વરસાદ જોવા મળશે. દેશમાં નવરાત્રિ પહેલા ભારે વરસાદની શક્યતા છે. દેશમાં ચોમાસું વિદાય પહેલા ફરી એકવાર સક્રિય થયુ છે. ઉત્તર ભારથી એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પસાર થયું, જેનાથી પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ નોંધાયો, તો બીજું બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓછા દબાણનું ક્ષેત્ર સાઈક્લોનિક સરક્યુલેશનના રૂપમાં આગળ વધ્યું છે.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આજે રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમેરલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વરસ્યો. તો બોટાદ શહેરમાં 3 ઈંચ વરસાદ, રાજકોટના ગોંડલમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, અમરેલીના રાજુલામાં 2 ઈંચ વરસાદ, અરવલ્લીના બાયડમાં 2 ઈંચ વરસાદ, સુરેન્દ્રનગરના લીંબડીમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત ડોલવણ, ધંધુકા, ગઢડા, રાણપુરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. ડેડિયાપાડા, બાલાસિનોર, જેસરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો. વાંસદા, ગોંડલ, સવા ઈંચ વરસાદ અને સંખેડા, આહવામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો.
આ તારીખ આસપાસ વિદાય લેશે ચોમાસું
આમ, ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે. તેના બાદ 23મીતી ભારે ગરમી પડતી જોવા મળશે. પરંતું દેશના પશ્વિમ ભાગના અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે. આ હલચલ જબરદસ્ત હશે. જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. 25 થી 30 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
ચક્રવાત સર્જાવાની શરૂઆત
30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. 2 ઓક્ટોબરથી 14 મી ઓક્ટોબર સુધીમાં હવાના હળવા દબાણથી ધીરે ધીરે ચક્રવાત સર્જાવાની શરૂઆત થશે. તારીખ 4 થી 12 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશએ. તેની અસર સીધી ગુજરાતમાં દેખાશે. જેનાથી વરસાદ આવશે.
2018 બાદ પહેલીવાર આવા ચક્રવાતની સ્થિતિ જોવા મળશે. ઋતુ વિજ્ઞાન પ્રમાણે લગભગ ત્રણ થી ચાર વર્ષે આવી સ્થિતિ બનતી હોય છે. અલ નિનો અને લા નિનોની પણ આવી સમયાંતરે સ્થિતિ બનતી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે