VIDEO ઉના: માણેકપુર ગામે 100 લોકોનું સ્થળાંતર, પીંછવી-લેરકા, શાનાવાંકીયા ગામ સંપર્કવિહોણા
ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ગત રાતે પણ ઉનામાં ફરીએકવાર ધોધમાર વરસાદ વરસ્યો. મધરાતે 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.
Trending Photos
ઊના ગામમાં મેઘતાંડવને કારણે અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. .ઊનાનું પીંછવી ગામ 4 દિવસથી સંપર્ક વિહોણું થતા જન જીવન પર ભારે અસર પહોંચી છે.ગામમાં વરસાદી પાણી ફરી વળતા બેટની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે પીંછવી ગામમાંથી પસાર થઇ રહેલા રેલવે ટ્રેકના ગરનાળામાંથી વરસાદી પાણી અતિ વેગથી વહેતા લોકોની ચિંતામાં વધારો થઈ ગયો છે.
ઉનાથી કુંવરજી બાવળિયા સાથે જતા જતા રસ્તા ઉપર ભારે પાણીના કારણે પાછું ફરવું પડ્યું. પાછા ફરતી વખતે SDMની કાર ફસાઈ ગઈ હતી. ધક્કા મારીને કાર પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સતત વરસાદના કારણે હાઈવે ધોવાઈ ગયો છે. ઉના તાલુકાનું લેરકા ગામ પણ સંપર્કવિહોણુ બન્યું છે. ઉનાની ચંદ્રકિરણ સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
ઉનાના ઉટવાળા ગામમાં ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની માલણ-રૂપેણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.. લોકો સલામત સ્થળે જવા માટે નદીના વહેણમાં માનવ સાંકળ બનાવીને નદીને પાર કરી રહ્યા છે. ત્યારે તંત્ર હજુ પણ ઉટવાળા ગામમાં મદદે આવ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે