VIDEO: 'મણિકર્ણિકા'ની ઝલક જોઈને ખુશ થયેલી કંગનાએ કરી દીધી મોટી જાહેરાત

આ ફિલ્મમાં કંગના ઝાંસીની રાણીના રોલમાં જોવા મળશે

VIDEO: 'મણિકર્ણિકા'ની ઝલક જોઈને ખુશ થયેલી કંગનાએ કરી દીધી મોટી જાહેરાત

મુંબઈ : કંગના રનૌતની પહેલી પિરિયડ ફિલ્મ 'મણિકર્ણિકા - ધ ક્વિન ઓફ ઝાંસી'નું પહેલું ટીઝર સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. બોલિવૂડની ક્વિન કંગના ફિલ્મના પ્રોડ્યુસર કમલ જૈનની ઓફિસમાં મીટિંગ માટે પહોંચી હતી. કંગના ફિલ્મના કેટલાક દ્રશ્યો જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેણે બહાર નીકળીને ફિલ્મના ટીઝર લોન્ચની તારીખ મીડિયા સામે જાહેર કરી દીધી.

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

આ ફિલ્મમાં કંગના ઝાંસીની રાણીના મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે કંગનાએ તલવારબાજીથી માંડીને ઘોડેસવારી સુધી અનેક પ્રકારની ટ્રેઇનિંગ લીધી છે. 'મણિકર્ણિકા'ના નિર્માતા કમલ જૈનનો દાવો છે કે આ ફિલ્મની ભવ્યતા લોકોને આશ્ચર્યમાં મૂકી દેશે અને ફિલ્મની એક્શન સિકવન્સ પણ જબરદસ્ત છે. તેમણે કહ્યું છે કે ઝાંસીની રાણીનો રોલ લોકોને બહુ પસંદ પડશે. 

આ ફિલ્મના હૈદરાબાદમાં શૂટ થયેલા તલવારબાજીના એક દ્રશ્યના શૂટિંગમાં કંગનાના માથા પર ઇજા પણ પહોંચી હતી. આ ઇજાને પગલે તેને તાત્કાલિક હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news