જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર, DNRF અને ફાયરની ટીમે 200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા
જિલ્લામાં ભારે વરસાદ પડતા ચારે તરફ પૂરની સ્થિતિ પેદા થઇ છે. ગીરના જંગલમાં તેમજ માણાવદર કેશોદ અને જૂનાગઢમાં થયેલ સાંબેલાધાર વરસાદે ઘેડ પંથકને જળબંબાકાર કરી દીધો છે.
Trending Photos
જૂનાગઢઃ જિલ્લામાં ભારે વરસાદ પડતા ચારે તરફ પૂરની સ્થિતિ પેદા થઇ છે. ગીરના જંગલમાં તેમજ માણાવદર કેશોદ અને જૂનાગઢમાં થયેલ સાંબેલાધાર વરસાદે ઘેડ પંથકને જળબંબાકાર કરી દીધો છે. અત્યાર સુધીમાં NDRF ટીમ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર ફાયટર ટીમે દાત્રાણા અને માણાવદરના ગામડાઓમાંથી 200 લોકોને બચાવી લીધા છે અને બધાને સલામત સ્થળે રવાના કર્યા છે. સમગ્ર પરિસ્થી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી આપતા જૂનાગઢ કલેક્ટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે હજુ બેત્રણ દિવસ વરસાદ થવાની આગાહી છે ત્યારે પરિસ્થિને પહોંચી વાળવા તંત્ર સજ્જ છે.
રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ માણાવદર, કેશોદ, માંગરોળ અને માળીયા (હાટીના) તાલુકામાં પરિસ્થિતિ ખરાબ છે. તેને પહોંચી વાળવા માટે NDRFની વધુ એક ટીમ તૈનાત રાખવામાં આવી છે. જૂનાગઢના માણાવદરમાં આજના દિવસમાં જ 10 ઇંચ કરતા વધુ વરસાદ થવાથી અનેક ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે. હજુ સુધી કોઈ મોટી જાનમાલના નુકસાની સમાચાર નથી પરંતુ ભારે વરસાદ ના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
જૂનાગઢમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જૂનાગઢમાં વરસી રહેલા ભારે વરસાદથી મેઘકહેર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢની ઓજત, સાબડી, મઘુવંતી અને ભાદર નદીઓ ગાંડીતુર બનતા ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. જૂનાગઢના માણાવદરમાં 2 કલાકમાં જ સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડા, માલિયા, વંથલી અને માંગરોળમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર માઠી અસર પડી છે.
ઓજત, સાબડી, મઘુવંતી અને ભાદર નદી ગાંડીતુર
ભારે વરસાદથી અનેક ઘરોમાં ઘુસ્યા પાણી
માણાવદરમાં 2 કલાકમાં જ સાડા 7 ઇંચ વરસાદ
મેંદરડામાં 2 કલાકમાં સાડા 3 ઇંચ વરસાદ
માલિયામાં પણ 2 કલાકમાં 3 ઇંચ વરસાદ
વંથલીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ
માંગરોળમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ
કેશોદમાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ
સવારે 6 વાગ્યાથી ધોધમાર વરસાદ
પરિસ્થિતીને પહોંચી વળવા NDRFની ટીમ તૈનાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે