હજી વધુ વરસાદ પડશે તો ગુજરાતમાં તબાહી સર્જાશે, 251માંથી 234 તાલુકામાં વરસાદ
તાપીના દોલવણમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થયુ છે. સુરતમાં માંડવીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં હાલ સર્વત્ર મેઘમહેર છે. ગુજરાત (gujarat rains) નો એવો કોઈ પણ પ્રદેશ બાકી નહિ હોય, જ્યાં હાલ મેઘમહેર નહિ હોય. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો તાપીના દોલવણમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થયુ છે. સુરતમાં માંડવીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે, તો તાપીના વ્યારામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના તાલાલામાં સવા સાત ઇંચ વરસાદ અને તાપીના વાલોડમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના વાંસદા અને સુરતના મહુવામાં 6 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. પરંતુ હાલ ગુજરાતની સ્થિતિ એવી છે કે, ગુજરાતમાં સર્વત્ર પાણી પાણી (heavy rain) છે. નદી, નાળા પાણીથી છલકાયા છે. તો રોડ-રસ્તા અને ખેતરોમાં પણ પાણી ભરાયા છે. રાજ્યમાં આજે મંગળવારે સવારથી આઠ વાગ્યા સુધીમાં 64 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
વિકૃત ચોરની કરતૂત, મોબાઈલ ચોરી કર્યા બાદ પ્રિન્સીપાલની મહિલા મિત્રોને અશ્લીલ મેસેજ મોકલ્યાં
- રાજ્યના 24 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ
- રાજ્યના 37 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ
- રાજ્યના 56 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ
- રાજ્યના 104 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે તેવુ હવામાન વિભાગનું કહેવું છે. ગુજરાતમાં આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે. આજે સુરત, નવસારી વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તો અમદાવાદ ગાંધીનગરમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી છે. 19 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ અને વલસાડમાં ભારે વરસાદ છે. 20 ઓગસ્ટે પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ ખાબક્યો હતો. બંગાળની ખાડીમાં 3 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી 5 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. હાલમાં NDRFની 13 ટીમો કામો કરી રહી છે. ભારે વરસાદને પગલે 35 નદીઓ ઓવરફ્લો થઈ છે. વરસાદના આંકડા પર એક નજર કરીએ તો ગુજરાતમાં સિઝનનો સરેરાશ 79.44 ટકા વરસાદ પડ્યો છે.
- કચ્છ જિલ્લામાં સિઝનનો સરેરાશ 132 ટકા વરસાદ
- સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 112 ટકા વરસાદ
- દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 69 ટકા વરસાદ
- મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 62 ટકા વરસાદ
- ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 56 ટકા વરસાદ
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય 26 સેન્ટિમીટરનો વધારો થયો છે. આજે ડેમની જળસપાટી 121.30 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને 17756 ક્યુસેક થઈ છે. હજી પણ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે.
ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે