અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં 3 દિવસ બિનજરૂરી બહાર ન નિકળવા કલેક્ટરે લોકોને કરી અપીલ
ગુજરાતમાં શ્રાવણમાં શ્રીકાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. તો આગામી બે દિવસ હજુ ભારે રહેવાના છે. અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે રાજકોટ જિલ્લા કલેક્ટરે લોકોને ખાસ અપીલ કરી છે.
Trending Photos
ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પાણી ભરાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની છે. તો આગામી બે દિવસમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આમ તો રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે. આ વચ્ચે રાજકોટના કલેક્ટરે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહાને કારણે લોકોને બિનજરૂરી બહાર ન નિકળવાની અપીલ કરી છે.
કલેક્ટરે કરી અપીલ
રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે રાજકોટના કલેક્ટરે લોકોને અપીલ કરી છે. કલેક્ટરે લોકોને 3 દિવસ ભારે વરસાદને કારણે બિનજરૂરી બહાર ન નિકળવાની અપીલ કરી છે. કલેક્ટરે કહ્યું કે, 10 જેટલા ડેમ ઓવરફ્લો થયા હોવાથી આ વિસ્તારોમાં ન જવું.
ખતરો હજુ ટળ્યો નથી! ગુજરાતના આ જિલ્લાઓમાં વરસશે અતિભારે વરસાદ; હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ#Monsoon #Monsoon2024 #Gujarat #GujaratRains #BreakingNews #News pic.twitter.com/LC4xJGdhR0
— Zee 24 Kalak (@Zee24Kalak) August 26, 2024
કલેક્ટરે રાજકોટ જિલ્લાની જનતાને અપીલ કરતા કહ્યું કે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હોય તો રસ્તો ન ઓળંગવો. આ સાથે નિચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોને સેલ્ટર હોમમાં પહોંચી જવાની અપીલ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. લોકમેળામાં આવેલા શ્રમિકોને સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. સેલ્ટર હોમમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
તમામ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સીઝનમાં પ્રથમવાર રાજ્યના 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે. આવતીકાલે મોટા ભાગના વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે. કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ છે. મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે