24 કલાકમાં સાંબરકાંઠા-અરવલ્લીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, દિવાલ પડતા બાળકનું મોત

ગુજરાત (Gujarat)માં સીઝનના અંતિમ પડાવમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યાં છે. ગઈકાલે સૌરાષ્ટ્ર (Saurastra) ની સાથે ઉત્તર ગુજરાત (North Gujarat)માં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજ બાદ વરસેલા વરસાદે ઉત્તર ગુજરાતના અરવલ્લી (Arvalli) અને સાંબરકાંઠા (Sabarkantha) જિલ્લાને ધમરોળ્યું હતું. હિંમતનગર (Himmatnagar) માં 24 કલાકમાં 7.5 ઇંચ વરસાદ તો અરવલ્લીના ભિલોડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હિંમતનગરમાં રાત્રિના બે કલાકમાં જ 3 ઇંચ વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. જેને લઈને બંને જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. આ સાથે જ અરવલ્લીના મોડાસાના કુશ્કીના લાલપુરમાં દિવાલ પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. 

24 કલાકમાં સાંબરકાંઠા-અરવલ્લીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, દિવાલ પડતા બાળકનું મોત

સમીર બલોચ/સાબરકાંઠા :ગુજરાત (Gujarat)માં સીઝનના અંતિમ પડાવમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યાં છે. ગઈકાલે સૌરાષ્ટ્ર (Saurastra) ની સાથે ઉત્તર ગુજરાત (North Gujarat)માં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજ બાદ વરસેલા વરસાદે ઉત્તર ગુજરાતના અરવલ્લી (Arvalli) અને સાંબરકાંઠા (Sabarkantha) જિલ્લાને ધમરોળ્યું હતું. હિંમતનગર (Himmatnagar) માં 24 કલાકમાં 7.5 ઇંચ વરસાદ તો અરવલ્લીના ભિલોડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હિંમતનગરમાં રાત્રિના બે કલાકમાં જ 3 ઇંચ વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. જેને લઈને બંને જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. આ સાથે જ અરવલ્લીના મોડાસાના કુશ્કીના લાલપુરમાં દિવાલ પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. 

સાબરકાંઠાના વિજયનગરમાં રાત્ર દરમિયાન 7.5 ઇંચ વરસાદ થયો છે. વિજયનગરના હરણાવ જળાશયમાંથી 4000 ક્યુસેક પાણીમાં છોડાયું છે. જળાશયમાં 4000 ક્યુસેક આવક સામે 4000 ક્યુસેક જાવક છે.  ૩૩૧ મીટરની મુખ્ય સપાટીએ જળસ્તર પહોંચતા પાણી છોડાયું છે. તો સાથે જ ભિલોડાની હાથમતી અને બુઢેલી નદી ગાંડીતૂર બનતા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે. લોકોને નદી કિનારેથી દૂર રહેવા સૂચના અપાઈ છે. 

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

  • ઇડર 126 મીમી 
  • ખેડબ્રહ્મા 67 મીમી 
  • તલોદ 51 મીમી 
  • પ્રાંતિજ 102 મીમી 
  • પોશીના 56 મીમી 
  • વડાલી 70 મીમી 
  • વિજયનગર 170 મીમી 
  • હિમતનગર 189 મીમી

અરવલ્લી જિલ્લાના 24 કલાકના વરસાદના આંકડા 

  • ભિલોડામાં 7 ઇંચ
  • ધનસુરા ૩ ઇંચ
  • મોડાસા 2 ઇંચ  
  • માલપુર, બાયડ, મેઘરજમાં 1.5 ઇંચ

મોડાસામાં બાળકનું મોત
મોડાસાના કુશ્કીના લાલપુરમાં દીવાલ પડતા બાળકનું મોત નિપજ્યું છે. વરસાદના કારણે મોડાસાના એક મકાનની દિવાલ તૂટી પડી હતી. જેમાં ચાર લોકો દટાયા હતા. આ ઘટનામાં 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા છે. 

અરવલ્લીમાં 10 ગામ સંપર્કવિહોણા
અરવલ્લીની મેશ્વો નદીમાં ઘોડાપૂરથી ભયનજક સપાટી વટાવી રહી છે. જેને કારણે શામળાજી પાસે ચેકડેમ પર પાણીની ધસમસતા વહેણને કારણે રસ્તો બંધ કરાયો છે. ગોખરવા-મહાદેવગ્રામ કોઝવે પર પાણીથી 10 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વાંદીયોલ પાસે પણ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. મેશ્વો નદી કિનારાના અનેક વિસ્તારો અને કોઝવે પાણીમાં ગરકાવ બન્યા છે.

હિંમતનગરમાં ભારે નુકશાન
સાબરકાંઠાના હિંમતનગરમાં 24 કલાકમાં 7.5 ઇંચ વરસાદથી ભારે નુકશાની થઈ છે. હિંમતનગરના પ્રતાપપુરા નજીક હાથમતી નદીના પૂરમાં ચાર પશુ તણાયા છે. તો હિંમતનગરના ગાંભોઈ થી ભિલોડા સ્ટેટ હાઈવે પર ઝાડ ટેમ્પો પર પડ્યું હતું. હિંમતપુર નજીક ઝાડ પડવાને લઈ સ્ટેટ હાઈવેના વાહન વ્યવહાર પર અસર પડી છે. વરસાદને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ભારે પવનને લઈને શહેરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા છે. હિંમતનગરના પ્રતપગઢ પેટ્રોલ પંપ પાસે પણ વૃક્ષ પડ્યું છે. 

હિંમતનગરની હાથમતી નદીમાં ચોમાસાની સીઝનમાં ત્રીજીવાર પાણી આવ્યું છે. ઉપરવાસમાં વરસાદને લઈને હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. હાથમતી નદીમાં પૂર લોકો જોવા ઉમટ્યા છે. હિંમતનગરથી મહેતાપુરાનો બ્રિજ, હિંમતનગરથી ભોલેશ્વરનો બ્રિજ, હિંમતનગરથી કટવાડનો બ્રિજ અને હિંમતનગરના વણઝારાવાસથી પરબડાનો બ્રિજ અવર જવર માટે બંધ કરાયો છે. અહીં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news