24 કલાકમાં 12.5 ઈંચ વરસાદથી આખું આણંદ જળબંબાકાર, ઘરોમાં પાણી ઘૂસ્યા

રાજ્યમાં સવારથી મેઘરાજાની મહેર છે. સવારે 8 વાગ્યા સુધીમાં 125 તાલુકામાં વરસાદ (heavy rain) નોંધાયો છે. તો સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા અને માંડવીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરતના કામરેજમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યમાં 16 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ આજે સવારે ખાબકી ચૂક્યો છે. 
24 કલાકમાં 12.5 ઈંચ વરસાદથી આખું આણંદ જળબંબાકાર, ઘરોમાં પાણી ઘૂસ્યા

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં સવારથી મેઘરાજાની મહેર છે. સવારે 8 વાગ્યા સુધીમાં 125 તાલુકામાં વરસાદ (heavy rain) નોંધાયો છે. તો સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા અને માંડવીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરતના કામરેજમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યમાં 16 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ આજે સવારે ખાબકી ચૂક્યો છે. 

રામ જન્મભૂમિમાં રસ છે, તો એ પણ જાણો કે ભારતના કયા સ્થળે માતા સીતા રમીને મોટા થયા હતા

રાજ્યમાં વરસાદના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં આણંદમા સૌથી વધુ 12.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો સુરતના ઉમરપાડામાં 24 કલામાં 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમા 8.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ખેડાના નડિયાદમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના ડેડીયાપાડામા 7 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં પોણા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. આણંદના પેટલાદ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આણંદના આંકલાવ અને સુરતના બારડોલીમા 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના અન્ય 10 તાલુકાઓમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. 

2015 અને 2017માં જે નદીએ બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હતો, ત્યાં ફરી પાણી આવ્યું 

આમ, રાજ્યમાં સિઝનનો 70.32 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ઝોનવાઈઝ વરસાદ પર એક નજર કરીએ તો.... 

  • દક્ષિણ ગુજરાત 58 ટકા વરસાદ
  • સૌરાષ્ટ્ર ઝોન મા 102 ટકા વરસાદ
  • મધ્ય પૂર્વ ઝોન 54.52 ટકા વરસાદ
  • ઉત્તર ગુજરાત 51.90 ટકા વરસાદ

આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં આણંદ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12.5 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આણંદ શહેરના ત્રણ તળાવ ઘણા વર્ષોબાદ 12.5 ઇંચ વરસાદથી છલકાયા છે. ગામવડ વિસ્તાર સહિત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. તો કેટલીક સોસાયટીઓના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. મધ્ય ગુજરાતમાં વરસાદ નહિવત જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રમાં લો પ્રેસરના કારણે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હાવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેને લઈ આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ 24 કલાકમાં આણંદ તાલુકામાં 1.5 ઇંચ નોંધાયો છે. વરસાદી પાણી મધ્ય ગુજરાતનો મુખ્ય પાક ડાંગર માટે લાભદાયી છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news