બદલાયુ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ, વલસાડમાં હળવો વરસાદ પડ્યો

રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેને કારણે શહેરીજનોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં આજે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. રાજ્યના દરેક વિસ્તારોમાં 44 ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું છે. 

બદલાયુ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ, વલસાડમાં હળવો વરસાદ પડ્યો

અમદાવાદ :રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેને કારણે શહેરીજનોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં આજે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. રાજ્યના દરેક વિસ્તારોમાં 44 ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું છે. સૌથી વધું કંડલા એરપોર્ટ અને સુરેન્દ્ર નગરમાં 43.8 ડિગ્રી ગરમીનું તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમરેલી અને ગાંધીનગરમાં ગરમીનું તાપમાન 43 ડિગ્રી રહ્યું છે.

MLAની લાત ખાનાર મહિલાને મળી ધમકી, ‘જો થવાણીની ખુરશીને કંઈ થયુ તો તારા ઘરને ઉડાવી દઈશું’

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો
હાલ ચારેતરફ ગરમીનો માહોલ છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. તો બીજી તરફ, તાપી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. પારડી અને તેની આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. જેને કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા લોકોને બફારાથી આંશિક રાહત મળી તો છે, પણ બીજી તરફ વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને છે.

તાપી જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. અતિશય ગરમીથી વાતાવરણમાં સામાન્ય રાહત મળતા લોકોને આંશિક રાહત મળી છે. સવારથી વરસાદી વાતાવરણને કારણે વરસાદની રાહ જોતા ખેડૂતોને પણ આશા બંધાઈ છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news