રાજ્યમાં હિટવેવની આગાહી, 43 થી 45 ડિગ્રીએ તાપમાન પહોંચશે

ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. હાલ લોકડાઉનને કારણે ભલે લોકો ઘરમા પૂરાઈ રહ્યા હોય પરંતુ ઘરમાં જ અકળામણ અનુભવાઈ રહી છે. આવામાં હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પશ્ચિમી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે. કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં ગરમીમાં શેકાવાનું છે. અમદાવાદમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. 24 કલાક રાજ્યમાં તાપમાન યથાવત રહશે. આગામી 24 કલાક બાદ 2 થી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
રાજ્યમાં હિટવેવની આગાહી, 43 થી 45 ડિગ્રીએ તાપમાન પહોંચશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. હાલ લોકડાઉનને કારણે ભલે લોકો ઘરમા પૂરાઈ રહ્યા હોય પરંતુ ઘરમાં જ અકળામણ અનુભવાઈ રહી છે. આવામાં હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પશ્ચિમી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે. કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં ગરમીમાં શેકાવાનું છે. અમદાવાદમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. 24 કલાક રાજ્યમાં તાપમાન યથાવત રહશે. આગામી 24 કલાક બાદ 2 થી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

લોન લેવા રાજકોટવાસીઓ કોરોના, ગરમી, સોશિયલ ડિસ્ટન્સિંગ બધુ જ ભૂલ્યા, 800થી વધુ ફોર્મ લેવા પહોંચ્યા

એક તરફ જ્યાં રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવ્યા છે. ત્યાં બીજી તરફ, રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ જિલ્લાઓમાં 45 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી સંભાવના છે. 

સિંહોના ટોળાએ 108 એમ્બ્યુલન્સને અડધો કલાક અટકાવી, ટીમે મહિલાને ગાડીમાં જ પ્રસૂતિ કરાવવી પડી  

આજે કચ્છના ભૂજમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. કચ્છમાં ગરમીનું આકરું મોજુ ભૂજમાં ફરી વળ્યું છે. ભૂજમાં સીઝનનું સર્વાધિક તાપમાન નોંધાયું છે. રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ મથક બની ગયું છે. 

અરવલ્લી જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. અસહ્ય ગરમીથી અરવલ્લી જિલ્લાવાસીઓ પરેશાન થઈ ગયો છે. લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. કોરોનાના કહેર વચ્ચે ગરમી વધતા રસ્તાઓ સૂમસામ બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news