ઠંડીમાં આડેધડ કચરીયું પેટમા ન પધરાવતા, નહિ તો ભારે પડી જશે

અમદાવાદમાં દેશી ઘાણીમાં પીસેલા કચરીયાનું વેચાણ શરૂ થઈ ગયુ છે. ઉત્તરાયણ સુધી કચરીયાનું વેચાણ થશે, કચ્ચરિયાના શોખીનો હવે કચરિયાની મજા માણી રહ્યાં છે. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં કચરીયા મળવાની શરૂઆત થઈ ગઈ છે. કચરીયું ખાવાથી શિયાળામાં ઘણો ફાયદો થાય છે. પણ એ કેવી રીતે બનાવવું અને કોણે કચરીયું ખાવું, કોણે ના ખાવું એ જાણવું પણ ખુબ જરૂરી છે. કારણ કે, વધુ પડતુ કચરિયુ ખાવુ સ્વાસ્થય માટે હાનિકારક છે. તેમજ કેટલાક પ્રકારની બીમારી ધરાવતા લોકોએ કચરીયાથી દૂર રહેવુ જોઈએ.
ઠંડીમાં આડેધડ કચરીયું પેટમા ન પધરાવતા, નહિ તો ભારે પડી જશે

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં દેશી ઘાણીમાં પીસેલા કચરીયાનું વેચાણ શરૂ થઈ ગયુ છે. ઉત્તરાયણ સુધી કચરીયાનું વેચાણ થશે, કચ્ચરિયાના શોખીનો હવે કચરિયાની મજા માણી રહ્યાં છે. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં કચરીયા મળવાની શરૂઆત થઈ ગઈ છે. કચરીયું ખાવાથી શિયાળામાં ઘણો ફાયદો થાય છે. પણ એ કેવી રીતે બનાવવું અને કોણે કચરીયું ખાવું, કોણે ના ખાવું એ જાણવું પણ ખુબ જરૂરી છે. કારણ કે, વધુ પડતુ કચરિયુ ખાવુ સ્વાસ્થય માટે હાનિકારક છે. તેમજ કેટલાક પ્રકારની બીમારી ધરાવતા લોકોએ કચરીયાથી દૂર રહેવુ જોઈએ.

અમદાવાદમાં આવેલી મણીબેન આયુર્વેદિક હોસ્પિટલના મેડીકલ ઓફિસર વૈદ્ય પ્રણવ દલવાડીએ કહ્યું કે કચરીયું બનાવતી વખતે તલને ઘાણીમાં વ્યવસ્થિત પીસી દેશી ગોળના ઉપયોગથી બનાવવામાં આવે એ જરૂરી છે. આ સાથે જ કચરીયામાં સૂંઠ, કોપરું, ગંઠોળા અને સામાન્ય ગુંદર નાખીને બનાવવું જોઈએ. કચરીયું બનાવીએ ત્યારે તલમાંથી પૂરું તેલ ના કાઢવું જોઈએ, સામાન્ય તેલ રહેવા દેવું જોઈએ. 

કચરીયાના ફાયદા 

  • કચરીયું ખાવાથી વાયુના રોગ, જેમકે સાંધાના દુ:ખવામાં રાહત મળે છે. 
  • તલ અને ગોળમાં કેલ્શિયમ હોય એટલે શરીરમાં કેલ્શિયમ મળી રહે છે, જેના કારણે સાંધાનો ઘસારો ભરાતો પણ હોય છે. 
  • પેરાલિસીસ તેમજ કંપવાત જેવા વાયુના રોગ જેમાં શરીરની ક્રિયા અવરોધાતી હોય છે તેમાં પણ કચરીયું ખાવાથી રાહત મળે છે. 
  • શિયાળામાં પેરાલીસીસ અને કંપવાતના હુમલા વધતા હોય છે એટલે કચ્ચરીયું શિયાળામાં ખાવાથી તેને રોકી પણ શકાય છે
  • કચરીયું ખાવાથી સ્કીન પર સારી એવી ચમક જળવાઈ રહે છે

કચરિયુ ખાવાનો યોગ્ય સમય
આડેધડ કચરીયુ ખાતા લોકોએ પહેલા એ સમજી લેવુ જોઈએ કે, કચરીયું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું. એક્સપર્ટ કહે છે કે, સવારે ભૂખ્યા પેટે કચરીયું ખાવું જોઈએ, સારી રીતે પચી શકે એ માટે કચ્ચરીયું ખાધા બાદ અડધો કલાક સુધી કઈ જ ના ખાવું જોઈએ. રાતે સુતી વખતે કચરીયું ખાવાથી બચવું જોઈએ. 

કોના માટે કચરીયુ નુકસાનકારક હોય છે

  • બ્લડ પ્રેશર હોય એવી વ્યક્તિ કચ્ચરીયું ખાઈ શકે છે પરંતુ ડાયાબીટીસ હોય એવા વ્યક્તિએ કચ્ચરીયાથી બચવું જોઈએ. કચ્ચરીયામાં ગોળ હોય છે, જે નુકસાનકારક સાબિત થઇ શકે
  • ડાયાબિટીસ હોય તો તલનું તેલ એક ચમચી લઈ શકાય, જેમાં કોપરાનો ઉપયોગ કરી શકાય
  • આ સિવાય શરદી અને ખાંસી થઈ હોય તો જે તે સમય દરમિયાન કચરીયું ના લેવું જોઈએ
  • જેમની શરદીની સમસ્યા હોય તો શિયાળામાં તેમણે ચ્યવનપ્રાસનું સેવન પણ લાભદાયી સાબિત થઈ શકે છે
  • જો કે શિયાળામાં મહિલાઓએ ખાસ ગુંદરપાક અને મેથીપાક લેવો જોઈએ. જ્યારે પુરુષો માટે અડદપાકનું સેવન લાભકારક નીવડે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news