'લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે', સાધુનો સ્વાંગ રચી ચમત્કારમાં ખેડૂતે 10 કરોડની લાલચમાં 23 લાખ ગુમાવ્યા

અમરેલી જિલ્લાના કાચરડી ગામે થોડા દિવસ પહેલા રૂપિયા 21 લાખ રોકડા અને 15 ગ્રામ સોનાની છેતરપિંડી કરનારા 3 આરોપીને અમરેલી એલસીબીએ મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે.

'લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે', સાધુનો સ્વાંગ રચી ચમત્કારમાં ખેડૂતે 10 કરોડની લાલચમાં 23 લાખ ગુમાવ્યા

કેતન બગડા/અમરેલી: સાધુનો વેશ ધારણ કરી ચમત્કાર કરી એક 10 કરોડ અપાવવાનું કહી 23 લાખની રકમ પડાવી લેવાની ઘટના લાઠી તાલુકાના કાંચરડી ગામે બની છે. અમરેલી જિલ્લાના કાચરડી ગામે થોડા દિવસ પહેલા રૂપિયા 21 લાખ રોકડા અને 15 ગ્રામ સોનાની છેતરપિંડી કરનારા 3 આરોપીને અમરેલી એલસીબીએ મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે.

એમ કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ત્યારે કાચરડી ગામે રહેતા ધીરુભાઈ ડાયાભાઈ કુકડીયા એ સાબિત કરી બતાવી ધીરુભાઈ પોતાની વાડીએ બેઠા હતા તે સમય દરમિયાન સાધુનો વેશ ધરી ત્રણ ભગવાધારી શખશો આવ્યા અને જય ગિરનારી કહી જ્ઞાનની વાતો કરી ચમત્કારની વાત કરવા લાગ્યા અને દક્ષિણા માંગતા ધીરુભાઈ નામના ખેડૂતે કહ્યું કે મારી પાસે પૈસા નથી ત્યારે આ ભગવાધારી શખ્સોએ ધીરુભાઈના ઉપરના અને પાછળના ખીસ્સામાંથી રૂપિયા 500ની નોટો કાઢી બતાવી. આ ચમત્કારથી ધીરુભાઈ અંજાઈ ગયા પરંતુ આ ભગવાધારીઓએ તેમને પોતાનો મોબાઈલ નંબર આપી અને ત્યાંથી નીકળી ગયા.

થોડા દિવસ પછી ધીરુભાઈ ઉપર ફોન આવ્યો કે તારે કર્જમાંથી નીકળવું હોય તો તું રાજકોટ આવી જા અને લોભ અને રૂપિયાની લાલચે ધીરુભાઈ રાજકોટ ગયા ત્યાં જઈ એક અવાવરી જગ્યામાં આ ભગવાધારીઓએ તેને કર્જમાંથી બહાર કાઢવો છે. તારે તાંત્રિક વિધિ કરવી પડશે અને એક પેટીમાં ધૂપ આપવો પડશે વિધિ કરવી પડશે તેમ કહી ધીરે ધીરે તેમની પાસેથી બે વખતમાં 23 ગ્રામ સોનું અને બીજા રાઉન્ડમાં 21 તોલા સોનાને ધૂપ આપવો પડશે. આમ બે વખતમાં રૂપિયા 10 લાખથી વધુ રકમ પડાવી લીધી અને 10 કરોડની લાલચ આપી હતી.  

આખરે આ પેટીમાંથી કોઈ રકમ નહીં નીકળતા ધીરુભાઈને છેતરાઈ ગયા હોવાનો અહેસાસ થયો અને તેમણે આપેલા ફોન નંબર ઉપર ફોન કરતા એક સાધુનું મરણ થઈ ગયું છે અમે ત્યાં આવશું અને હજી વિધિ કરવી પડશે તેમ કહી સમય પસાર કર્યો. પરંતુ આખરે સંપૂર્ણપણે છેતરાઈ ગયાનો અહેસાસ થતાં ધીરુભાઈએ દામનગર પોલીસ મથકમાં આ ભગવાધારી ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

આ ઘટના બની હતી તારીખ 20. 10. 22 ના રોજ.. પરંતુ આબરૂ જવાની બીકે તેઓએ કશું કંઈ કર્યું ન હતું. હવે પોતે છેતરાઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ ઉપર ભરોસો રાખી અને ધીરુભાઈ રાહ જોઈ રહ્યા છે સુફિયાણી સલાહ આપી રહ્યા છે કે હું છેતરાયો તમે નહીં છેતરાતા અને આવા લેભાગુ તત્વોથી ચેતતા રહેજો અને શું કહી રહ્યા છે ધીરુભાઈ આવો સાંભળીએ. 

અમરેલી જિલ્લાના દામનગર તાબાના કાચરડી ગામે થોડા દિવસ પહેલા ધીરુભાઈ કુકડીયા નામના ખેડૂત પાસેથી સાધુનો વેશ ધારણ કરી ત્રણ ઈસમોએ રૂપિયા 21 લાખ રોકડા અને એક રુદ્રાક્ષની સોને મઢેલી માળા તેમજ એક ચેન મળી 15 ગ્રામ સોનું કરોડો રૂપિયા આપવાની લાલચ આપી છેતરપિંડી કરી લઈ લીધેલું જે બાબતની ફરિયાદ દામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાય અને અમરેલી એલસીબીએ જુદી જુદી ટીમ બનાવી બાતમી મેળવી આ ત્રણેય આરોપીને મુદ્દા માલ સાથે થોડાક દિવસોમાં ઝડપી પાડી વધુ વિગતો મેળવવા માટે રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

પોલીસ ઝાપટામાં નીચી મુંડી કરીને બેઠેલા આ ત્રણેય આરોપીઓ છે. રાજકોટ જિલ્લાના મોરબી અને વાંકાનેર વિસ્તારના છે. 1 ટપ્પાનાથ બાંભણિયા, 2 જાનનાથ પરમાર અને 3 તુફાનનાથ પરમાર.. હાલ તો પોલીસને પ્રાથમિક પૂછપરછમાં તેમનો ગુનાહિત ઈતિહાસ જાણવા મળ્યો નથી, પરંતુ લાઠી તાલુકાના કાચરડી ગામે તેમનો આ પ્રયોગ સફળ થયો છે અને પોલીસની સતર્કતાથી પૂરેપૂરો મુદ્દા માલ રિકવર થઈ ગયો છે.

એમ કહેવાય છે કે દુનિયા ઝુકતી હૈ દુકાને વાલા ચાહિયે આવો ઘાટ કાચરડી ગામમાં થયો. પરંતુ અમરેલીની પોલીસે ગણતરીના દિવસોમાં આ ધુતારાઓને ઝડપી મુદ્દા માલ કવર કરી જેલને હવાલે ધકેલી દીધા છે, ત્યારે લોભ અને લાલચની માયાજાળમાં ફસાતા લોકો માટે અમરેલીના કાચરડી ગામની આ ઘટના લાલ બત્તી સમાન છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news