શિવરાજ પાટીલના ગીતા જિહાદ નિવેદન પર હર્ષ સંઘવીનો જવાબ, કહ્યું-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે...
Shivraj Patil Controversy Statement : કોંગ્રેસના શિવરાજ પાટીલના નિવેદન પર હર્ષ સંઘવીનો જવાબ... દરેક નેતાએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ... પહેલાં AAPના નેતા અને હવે કોંગ્રેસના નેતાએ ભગવાનનું અપમાન કર્યું...
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત :સુરતના પીપલોદ ખાતે 30 કરોડના ખર્ચે રાજ્યની સૌથી ઊંચી 14 માળની કલેક્ટર કચેરીના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલ આપેલ નિવેદન બાબતે નિવેદન આપ્યું.
હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ક્યારેક આપના તો ક્યારેક કોંગ્રેસના નેતા ક્યારેક મંદિરમાં કે સભામાં ન જવું તે રીતે આસ્થાને ઠેસ પહોંચાડવાનું કારણ બને છે. પહેલા ભગવાન રામના ભક્તોનું અને હવે મહાભારતને અલગ અલગ વિષય સાથે જોડવું યોગ્ય નથી. દરેક નેતાએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન કૃષ્ણના ભક્તોને ઠેસ પહોંચાડવાનું કામ થયું છે તેને ખરેખર હું વખોડી કાઢું છું. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દેશની તમામ તાકાત ગુજરાતના નાગરિકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે. એક વડીલ આ પ્રકારે સ્ટેટમેન્ટ આપે તે અતિ નિંદનીય બાબત છે. દેશમાં વિકાસની રાજનીતિ થઈ રહી હોય ત્યારે આ પ્રકારે સમાજને અલગ કરતા નિવેદન અપાય તે તપાસનો વિષય છે. આ નિવેદન નથી એ તેમની વિચારધારા છે, એ વિચારધારાને ઓળખવાનો સમય આવી ગયો છે.
ગૃહ રાજ્યમંત્રીએ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પહેલા બાળકની પરીક્ષા કરતા બાળક રસ્તામાં જતો હોય ત્યારે હુલ્લડ ન થઈ જાય તેની ચિંતા વાલીઓને રહેતી હતી. પહેલા ગુંડાઓના નામના બેનરો લાગતા હતા અને તેના પર લખાતું હતું કે ગુજરાત સરકારના કાયદા લાગુ પડતા નથી. 2002 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યના ગૃહમંત્રી તરીકે જવાબદારી લઈને એક પછી એક મહત્વના નિર્ણય કર્યા. પોલીસને એક પછી એક કડક પગલાં લેવાની છૂટ આપવામાં આવી હતી. કડકમાં કડક કાયદાઓ બનવવામાં આવ્યા. એ વખતે અનેક પ્રકારના કાયદાઓ આપણે લાવતા હતા, પણ કેન્દ્ર સરકારમાંથી પસાર ન થાય તેવી પરિસ્થિતિ હતી. વધુમાં નામ લીધા વગર મેઘા પાટકર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી મળતી ન હતી. અનેક નેતાઓએ નર્મદા ડેમ બનાવતો રોકવા માટે અલગ-અલગ પ્રયાસો કર્યા. નર્મદા ડેમને બનતો અટકાવવા માટે કોણે પ્રયાસ કર્યા હતા.
રાજ્યમાં સૌથી સમૃદ્ધ ગણાતા શહેર સુરતમાં હવે રાજ્યની સૌથી મોટી કલેક્ટર કચેરી નિર્માણ થવા જઈ રહ્યું છે. સુરતમાં 14 માળની કલેક્ટર કચેરી બનવા જઈ રહી છે. રૂપિયા 30 કરોડના ખર્ચે 14 ટાવર એક વર્ષના ટૂંકા ગાળામાં બનાવી દેવાશે. આ બહુમાળી સરકારી ઇમારતનું આર્કિટેક અનોખું રહશે. ગ્રીન કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવશે. આ પહેલી એવી ઇમારત બનશે. જે ચોમાસા દરમિયાન આકાશમાંથી પડેલા બે લાખ લીટર જેટલા પાણીઓનો સ્ટોરેજ કરી શકશે. આ ઉપરાંત આ ઈમારતમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ અને સોલર સિસ્ટમ વ્યવસ્થાપન કરવામાં આવનાર ૩૦ ટકા વીજળી સોલારમાંથી મળી રહેશે. આ ઈફ્રેન્ડલી ઇમારતના બાંધકામ માટેનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
સુરતમાં જુદુ જુદુ સરકારી કચેરીઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પાણી પુરવઠા કચેરી, પંચાયતની કચેરીઓ અને મહેસુલ વિભાગના ભવનોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં સૌથી વધુ આકર્ષણ નવી કલેક્ટર કચેરી રહી હતી. એચબીએનઆઇટી ગેસ્ટ હાઉસની નજીકમાં નવી કલેક્ટર કચેરી નિર્માણ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે