'મારી માટી મારો દેશ, કોઈ રાજકીય કાર્યક્રમ નથી', દેશભક્તિને ઉજાગર કરવાનું અભિયાન છે: હર્ષ સંઘવી
સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને યુવાનો સાથે મળી મારી માટી મારો કાર્યક્રમ અંતર્ગત માટીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ,શહેરીજનો જોડાયા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: શહેર પોલીસ દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કબડી સ્પર્ધાનું શુભારંભ કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મારી માટી મારો દેશ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. આ ભારત દેશના એક એક નાગરિકમાં દેશભક્તિને જગાવનાર કાર્યક્રમ છે તેવું નિવેદન આપ્યું છે.
સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને યુવાનો સાથે મળી મારી માટી મારો કાર્યક્રમ અંતર્ગત માટીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ,શહેરીજનો જોડાયા હતા. કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સુરત પોલીસને મારી માટી મારો દેશ કાર્યક્રમને માટી સુધી પહોંચાડવા ખૂબ મોટો પ્રયત્ન કર્યો.
આજની ટેકનોલોજી ની જમાનામાં ખાસ કરીને તમામ લોકો પોત પોતાના ઘરોમાં એક વસ્તુઓ જરૂરથી મેસેજ કરતા હોય છે.આજના બાળકો મારી ઉંમરના જનરેશનના યુવાનો મોબાઈલ ટેકનોલોજી સાથે જોડાયેલી રમતો વ્યસ્ત હોય છે.ત્યારે મારી માટી મારો દેશના સંદેશાને જમીન સુધી પહોંચાડવાનું સુરત શહેર પોલીસ નાગરિકોએ કર્યું એ આવકારા લાયક છે.
વધુમાં જણાવ્યું હતું કે મારી માટી મારો દેશ કોઈ રાજકીય કાર્યક્રમ નથી.આ ભારત દેશના એક એક નાગરિકમાં દેશભક્તિને જગાવનાર કાર્યક્રમ છે.આપણે અલગ અલગ દિશાએ લોકો સુધી કઈ રીતે લઈ જવાય તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ. લોકો, સંસ્થાઓએ માટી સાથે જોડેલી અલગ અલગ રમતોનું આયોજન કરો.માટી પર રમાતી રમત આપના દેશના ઓળખ કબડી કબડી નારા સાથે જય હિન્દ નારા મારી માટી મારા દેશના સંદેશાને આગળ વધારવા માટે અભિનંદન કર્યું હતું.
સુરત શહેર પોલીસ અને શહેરના નાગરિકો દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત માટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ગૃહમંત્રીએ શુભેચ્છા પાઠવી તમામ લોકો, સંસ્થાઓને માટી સાથે જોડેલી અલગ અલગ રમતોનું આયોજન કરવા અપીલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે