મહેસાણામાં હાર્દિક પટેલ ગદ્દારના લાગ્યા બેનરો, કરાયું પૂતળા દહન
મહેસાણા જિલ્લાના પાટીદાર પ્રભુત્વવાળા દેવીનાપુરા ગામે હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ સાથે હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
Trending Photos
તેજશ દવે, મહેસાણા: ગુજરાતમાં હોળીના દિવેસ લોકો હોલીકા દહન કરી રહ્યાં છે. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા ક્યાંકને ક્યાંક પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો આ સાથે મહેસાણા જિલ્લાના પાટીદાર પ્રભુત્વવાળા દેવીનાપુરા ગામે હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ સાથે હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ રાજ્યભરમાંથી હાર્દિક પટેલના પૂતળાનું દહન અને પોસ્ટરો લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના દેવીનાપુરા ગામે હાર્દિક પટેલ ગદ્દારના બેનરો લગાવવામા આવ્યા હતા તો હાર્દિક હાય હયાના નારા સાથે તેના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગર અને સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરી હાર્દિક પટેલના પુતાળાનું દહન કરવામાં આવ્યું હતું.
જોકે, રાજ્યભરમાં થઇ રહેલા હાર્દિક પટેલના વિરોધમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજકીય લાભ મેળવવા માટે હાર્દિક પટેલે 14 પાટીદારોનો ભોગ લીધો છે. પાટીદારોને ગધાડે ચઢાવી પાટીદારોના પ્રશ્નોને પડતા મૂકી રાજકારણના ઘોડે બેસી ગયો છે. ગત સોમવારે હાર્દિક પટેલના કોંગ્રેસમાં જાડોયાને લઇને પાટીદાર યુવાનોએ ગાંધીનગર તથા અમદાવાદમાં હાર્દિક પટેલનું પૂતાળા દહન કરવામાં આવ્યું હતું.
વધુમાં વાંચો: શ્રદ્ધાની હોળીને આસ્થાના અંગારા: હોલીકા દહન બાદ ખુલ્લા પગે અંગારા પર ચાલે છે આ ગામના લોકો
તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ હાર્દિક પટેલના પૂતાળા દહન કાર્યક્રમની પત્રિકા વાયરલ થઇ રહી છે. મહેસાણાના દેવીનાપુરા ગામે હાર્દિક પટેલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું ત્યારે પાટીદાર યુવાનો દ્વારા પાટીદાર સમાજનો ગદ્દાર હાર્દિક પટેલના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે