હાર્દિકની નારાજગી ડંકે કી ચોટ પર, કોંગ્રેસને કોરણે મૂકી ભાજપના નેતાઓને પિતાની પુણ્યતિથી કાર્યક્રમનું આમંત્રણ આપ્યું

Hardik Patel invite BJP leaders : કોંગ્રેસ નેતૃત્વથી નારાજગી વચ્ચે હાર્દિક પટેલનું સાંકેતિક ટ્વિટ. કહ્યું--હું હાલ તો કોંગ્રેસમાં જ છું. આશા રાખું કે કેન્દ્રીય નેતાઓ રસ્તો શોધી લે, જેથી હું કોંગ્રેસમાં જ રહું. કેટલાક નેતાઓ મારુ મનોબળ તોડવા માગે છે
 

હાર્દિકની નારાજગી ડંકે કી ચોટ પર, કોંગ્રેસને કોરણે મૂકી ભાજપના નેતાઓને પિતાની પુણ્યતિથી કાર્યક્રમનું આમંત્રણ આપ્યું
  • હાર્દિક પટેલે પિતાની પુણ્યિતિથિના કાર્યક્રમમાં ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યું 
  • હું હાલ કોંગ્રેસમા છું અને કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી કઈક કરશે તો હજુ કોંગ્રેસમાં જ રહીશ
  • નારાજ હાર્દિક પટેલે કહ્યું- પાર્ટીના કેટલાક લોકો નથી ઈચ્છતા કે હું કોંગ્રેસમાં રહું...

ગૌરવ પટેલ/ગાંધીનગર :ગુજરાતની રાજનીતિમાં હાલ એક જ ચર્ચા છે શું હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે છે. હાર્દિક પટેલ રોજ નવા ટ્વીટ અને વોટ્સએપ ડીપીથી સતત ચર્ચા વધારી રહ્યાં છે. તેમની પક્ષ પ્રત્યેની નારાજગી આંખે ઉડીને વળગે તેમ છે. આ વચ્ચે તેઓ ભાજપના ગુનગાન કરવા લાગ્યા છે. આ વચ્ચે હાર્દિક પટેલે મોટો ધડાકો કર્યો છે. હાર્દિક પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યુ છે. હાર્દિકના પરિવારજનો સીએમ, પાટીલને આમંત્રણ આપવા ગયા હતા. જોકે હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ પર કોંગ્રેસના નેતાઓને આમંત્રણ ન આપતા ચર્ચા શરૂ થઈ છે. હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ પર રાજકીય હરીફોને આમંત્રણ આપ્યુ.

કોંગ્રેસના નેતાઓને આમંત્રણ નહિ 
પિતાની પુણ્યતિથિએ હાર્દીક પટેલનું રાજકીય શક્તિ પ્રદર્શન જોવા મળશે. પુણ્યતિથિના કાર્યક્રમ થકી વિરમગામ વિધાનસભા બેઠક પર રેપો મજબૂત કરવા હાર્દિક પટેલનો પ્રયાસ છે. પિતાની પુણ્યતિથિમાં 500 બ્રાહ્મણો સાથે કુલ 5 થી 6 હજાર લોકોનો જાહેરભોજન સમારંભ આયોજિત કરાયો છે. ત્યારે હાર્દિક પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યુ છે. હાર્દિકના પરિવારજનો સીએમ, પાટીલને આમંત્રણ આપવા ગયા હતા. જોકે હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ પર કોંગ્રેસના નેતાઓને આમંત્રણ ન આપતા ચર્ચા શરૂ થઈ છે. હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ પર રાજકીય હરીફોને આમંત્રણ આપ્યુ. માંડલ-વિરમગામ તાલુકાના ભાજપ અગ્રણીઓને હાર્દિક પટેલે આમંત્રણ મોકલ્યુ છે. તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા છે. પરંતુ કોંગ્રેસના એક પણ નેતાને હાર્દિક પટેલે આમંત્રણ આપ્યું નથી. ત્યારે સ્થાનિક અગ્રણીઓને કાર્યક્રમમાં બોલાવીને હાર્દિક શું સંકેત આપવા માંગે છે તે જોઈએ. એક તરફ ભાજપના નેતાઓને આમંત્રણ, પણ કોંગ્રેસના સ્થાનિક નેતાઓને હાર્દિકે આમંત્રણ પાઠવ્યા નથી. કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને પણ નથી આપ્યું. 

હાર્દિક ભાજપના વખાણ કરી ચૂક્યા છે 
ઉલ્લેખનીય છે કે, અગાઉ હાર્દિક પટેલ ભાજપના વખાણ કરી ચૂક્યા છે. તેમણે કાશ્મીરમાઁથી કલમ 370 હટાવવા મુદ્દે ભાજપના વખાણ કર્યા હતા. ભાજપના વખાણ કરી પોતાને ચુસ્ત હિન્દુ નેતા ગણાવ્યો હતો. ત્યારે પિતાની પુણ્યતિથિ પર ભાજપના નેતાને આમંત્રણ આપવા પાછળ શું તેમનો કોઈ રાજકીય સંકેત છે. 

No description available.
 
નેતાઓ મારું મનોબળ તોડવા માંગે છે 
હાલ હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી ડંકે કી ચોટ પર છે. નારાજ હાર્દિક પટેલે એક ટ્વીટ કરીને કહ્યુ કે, હું હાલ તો કોંગ્રેસમાં જ છું. આશા રાખું કે કેન્દ્રીય નેતાઓ રસ્તો શોધી લે, જેથી હું કોંગ્રેસમાં જ રહું. કેટલાક નેતાઓ મારુ મનોબળ તોડવા માગે છે.

હાર્દિક પટેલનું વોટ્સએપ DP બદલાયું
ગઈકાલે તાપીના સોનગઢમાં કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલનમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાજર રહ્યા હતા. પક્ષથી નારાજ હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ પહેર્યા વગર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. એટલુ જ નહિ, હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે અને કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હાર્દિક પટેલે પોતાનું DP બદલ્યું હતું. વોટ્સએપ DP માં હાર્દિક પટેલે કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો હતો. જે અંગે પણ કાનાફૂસી શરૂ થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news