હાર્દિકને સમર્થન: રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ, તો ક્યાંક સજ્જડ બંધ

સમગ્ર રાજ્યમાં પાસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જૂનાગઢ, જામનગર અને મહેસાણાના ગોઝારિયામાં વિરોધ

 હાર્દિકને સમર્થન: રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ, તો ક્યાંક સજ્જડ બંધ

જામનગર: હાર્દિક પટેલ છેલ્લા 15 દિવસથી અમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે સરાકર તેની માંગણીઓ સાંભણે અને ખેડૂતોનું દેવું માફ થાય તથા પાટીદોરોને અનામત મળે તેવી માંગનો સરકાર સ્વિકાર કરે તેના માટે રાજ્યના અલગ અગલ વિસ્તારોમાં હાર્દિકને સમર્થનમાં રામધૂન કરવામાં આવી રહી છે, તથા અનેક વિસ્તારોમાં સરાકર સામે વિરોધમાં ગામો સજ્જડ બંધ કરવામાં આવી રહ્યા છે. તેવીજ રીતે જામનગરના જામજોધપુર ગામને સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. ગ્રામજનો અને વેપારીઓ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. જ્યારે જામ જોધપુર ગામે હાર્દિકની તબિયતને લઇને રામધૂન કરવામાં આવી હતી.

મહેસાણાનું ગોજારીયા પણ સજ્જડબંધ
હાર્દિક પટેલના સમર્થનમાં મહેસાણા જિલ્લાનું ગોઝારીયા ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું, વહેલી સવારથી ગામને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા હાર્દિકના સમર્થનમાં મહેસાણાનું ગોઝારીયા ગામ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું.

Junagadh-Attaik

જૂનાગઢમાં શાળા-કોલેજો બંધ કરાવા નિકળેલા પાસ કાર્યકારો કરાયા અટક
જૂનાગઢમાં હાર્દિકને સમર્થન આપવા માટે શાળા કોલેજ બંધ કરાવવા નીકળેલા પાસ કાર્યકરોની પોલીસે કરી અટક કર્યા છે. આજે પાસ વિદ્યાર્થીઓએ શાળા કોલેજ બંધનું એલાન આપ્યું હતું. ઝાંઝરડા રોડ ઉપર એક કોલેજ બંધ કરાવી બીજી કોલેજ બંધ કરાવવા જતા પોલીસ પહોંચી જતા મામલો ઠાળે પાડ્યો હતો. જ્યારે ભેસાણ રોડ ઉપર નોબલ કોલેજ બંધ કરાવવા પોહોંચ્યા હતા. જૂનાગઢ તાલુકા પોલીસે પાસના કાર્યકર પ્રેમ છાત્રાલા સહિત 10 જેટલા વિદ્યાર્થીઓની અટક કરીને જૂનાગઢ પોલિસ દ્વારા શાળા કોલેજ આસપાસ બંધોબસ્ત ગોઠવાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news