સરકાર એક પેપર ન સાચવી શકે તો લોકોને કેવી રીતે સાચવશે: હાર્દિક પટેલ
લોકરક્ષક દળનું પેપર લીક થવાના મુદ્દે શંકરસિંહ વાધેલાએ ટ્વિટ કરીને ગુજરાત સરકારને દરેક ઉમેદવારને 10 હજાર આરવાની અપીલ કરી હતી.
Trending Photos
અમદાવાદ: લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતાં વિવાદ ઊભો થયો છે. પેપર લીક થવાના કારણે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે પરીક્ષા પહેલા જ પેપર લીક થવાનો ખુલાસો થતાં વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. પેપરની આખી જવાબવહી ફરતી થઇ હતી. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તો પેપર રદ થયા બાદ ઠેર ઠેર વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે.
વાંચવા માટે અહીં ક્લિક કરો: લોકરક્ષક દળનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
સરકાર એક પેપર ન સાચવી શકે તો લોકોને કેવી રીતે સાચવશે: હાર્દિક પટેલ
આ મુદ્દે હાર્દિક પટેલે જણાવ્યું કે, આજે લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવામાં આવી છે. તે ખુબ જ દુ:ખની વાત છે. લગભગ 8 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડછાડ કરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. આ એક મોટું ષડયંત્ર છે અને આ કોઇ પેપર લીક નથી પણ 8 લાખ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલા 500 રૂપિયા 2019ની ચીંટણી માટેનું એક મોટું કૌભાંડ છે.
વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, જે માણસ, જે સરકાર એક પેપર પણ સાચવી ન શકતી હોય તે લોકોને કઇ રીતે સાચવી શકે તે મોટો ચીંતાનો વિષય બની ગયો છે. જો આવી રીતે જ ચાલતું રહેશે ગુજરાતની અંદર તો યુવાનોને રોજગારીની વાત તો ઠીક રહી પણ યુવાનો સાથે હમેશાં મજાક થતો રહેશે અને ગુજરાતનો યુવાન બેકારીના ખપરમાં ગુમાતો રહેશે.
વાંચવા માટે અહીં ક્લિક કરો: પેપર લીક: સરકારની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો, ભષ્ટ્રાચાર કે કૌભાંડ?
ગુજરાતના ભવિષ્ય સાથે ચેડા કરનાર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી રાજીનામું આપે: મનીષ દોષી
લોકરક્ષક દળનું પેપર લીક થવા મામલે મનીષ દોષીએ જણાવ્યું હતું કે, ગુજરાત માટે આ શરમજનક વાત છે. આ અગાઉ પણ મુખ્ય સેવિકાની પરીક્ષા, નાયબ ચીટનીસની પરીક્ષામાં ગેરરીતિના બનાવો સામે આવ્યા હતા. તો તલાટીની ભરતી પ્રક્રિયામાં 15 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. ત્યારે આજે ફરી લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થવાથી પરીક્ષા રદ કરવાનો વારો આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો મોટા પાયે ભ્રષ્ટાચાર અને બીજી બાજુ 9 લાખ જેટલા ગુજરાતના યુવાન-યુવતીના ભવિષ્ય સાથે છેડછાડ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના રાજ્યના મુખ્યમંત્રીએ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઇએ છે. તમામ કૌભાંડના તાર ભારતીય જનતા પાર્ટીના સ્વર્ણિમ સંકુલ સાથે મુખ્યમંત્રીનું કાર્યાલય, મંત્રીઓના કાર્યાલય સુધી ગાંધીનગરથી લઇને ગામેગામ સુધી પહોંચ્યા છે.
આ માટે ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો જવાબદાર છે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરીને તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. મનીષ દોષીએ વધુમાં કહ્યું કે મારી આપના માધ્યમથી ફરીથી એક વખત માંગ છે કે, ગુજરાતની જાહેર પરીક્ષા વ્યવસ્થા અને ગુજરાતના ભવિષ્ય સાથે ચેડા કરનાર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી રાજીનામું આપે છે.
લોકરક્ષક દળનું પેપર લીક થવાના મુદ્દે શંકરસિંહ વાધેલાએ ટ્વિટ કરીને ગુજરાત સરકારને દરેક ઉમેદવારને 10 હજાર આરવાની અપીલ કરી હતી.
વાંચવા માટે અહીં ક્લિક કરો: સાઉદી અરેબિયામાં ભરૂચ સહિત દેશના 200 યુવાન ફસાયા, PM પાસે માંગી મદદ
વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સરકારે આપવો જોઇએ: અમિત ચાવડા
પેપલ લીક મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની કેટલીત મહત્વપૂર્ણ પરીક્ષાઓ ઘણીવાર રદ કરવામાં આવે છે. સરકારે મીડિયા સમક્ષ આવીને માફી માગવી જોઇએ. પરીક્ષાર્થીઓને સરકારે વળતર ચુકવવું જોઇએ. જ્યારે બીજા જિલ્લામાંથી વિદ્યાર્થીઓ બે દિવસ પહેલાથી પરીક્ષા સ્થળ પર પહોંચી જતા હોય છે. અનેક વખત આવી રીતે પરીક્ષાઓ રદ થઇ છે. તેમનો તમામ ખર્ચ સરકારે આપવો જોઇએ. આ અગાઉ પણ તલાટીમાં પણ કૌભાંડ સામે આવ્યું હતું. ગુજરાતમા બેરોજગારીનું ઓરમાન વધ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે