અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો લોકો ભાજપ પર ભરોસો નહીં કરેઃ બાબા રામદેવ

અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો લોકો ભાજપ પર ભરોસો નહીં કરેઃ બાબા રામદેવ

અમદાવાદઃ જો અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો લોકો ભાજપ પર ભરોસો નહીં કરે. અમાદવાદમાં પતંજલી વસ્ત્રભંડાર 'પરિધાન'ના શો રૂમના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા બાબા રામદેવે જણાવ્યું કે, "રામ રાજનીતિનો વિષય નથી  રામ આપણી આત્મા છે  રામ મંદિર તો બનવું જોઈએ મોદી સરકારમાં રામ મંદિર નહીં બને તો ક્યારે બનશે કરોડો દેશવાસી અયોધ્યામાં રામ મંદીર જોવા માંગે છે રામ મંદિર હાલ નહીં બને તો લોકોનો ભાજપ પરથી વિશ્વાસ ઉઠી જશે."

બાબાએ જણાવ્યું કે, ભારતમાં રહેનારા તમામ હિન્દૂ છે અને આપણા પૂર્વજોને જાતી સાથે ના જોડવા જોઈએ. દેવી- દેવતાઓને રાજનેતાઓને જાતી સાથે ના જોડાવા જોઈએ. ભારતમાં જાતિપ્રથાનો હું વિરોધી છું. હનુમાનજી ફોર ઇન વન છે. 

પોતાના પતંજલી પરિધાન સ્ટોર અંગે બાબા રામદેવે જણાવ્યું કે, દિલ્હી બાદ ગુજરાતમાં પતંજલિ પરિધાનનો પહેલો શો રૂમ અમદાવાદમાં ખુલ્યો છે. જ્યાં મહિલા અને પુરૂષો માટે ફેશનેબલ અને ટ્રેડિશનલ પરિધાન ઉપલબ્ધ છે. 3500 ઓપ્શનસન્સ પતંજલિ પરિધાનમાં મળશે. જેમાં સૌથી વધારે ઓપ્શનશ મહિલાઓ માટે છે. પુરુષો માટે પણ તમામ વસ્ત્રો છે.

જીન્સ-ટીશર્ટ વિદેશી બ્રાન્ડ કરતાં વધુ વેરાયટી અને 50 ટાકા કરતાં સસ્તા છે.  જીન્સ, ટીશર્ટ અને બનિયાનનું વિશેષ પેકેજ રૂ.1100માં મૂક્યું છે. ટેક્સટાઈલ ક્ષેત્રમાં પતંજલિ દ્વારા રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષમાં 50થી વધુ શો રૂમ ખોલવામાં આવશે. વિદેશી કંપનીની આર્થિક લૂંટથી દેશને બચાવવાનો પતંજલીનો પ્રયાસ છે.

પતંજલિ પરિધાનમાં તમને વસ્ત્રોની સાથે સૂઝ પણ જોવા મળશે, જે વિદેશી કંપનીમાં જોવા નહીં મળે. ભારતના પરંપરાગત વણકરને તેમની કલાનું યોગ્ય વળતર મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news