IND vs AUS: એડિલેડમાં ભારતીય ટીમ કરી શકે છે કમાલ

એડિલેડમાં છ ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત થઈ રહી છે. ભારતીય ટીમનો મેદાન પર રેકોર્ડ સારો રહ્યો નથી. પરંતુ આ વખતે આ રેકોર્ડને બદલવાની તક છે. 
 

IND vs AUS: એડિલેડમાં ભારતીય ટીમ કરી શકે છે કમાલ

નવી દિલ્હીઃ એડિલેડ ઓવલ- 6 ડિસેમ્બર, હવામાં સિક્કો ઉછળતા આ બહુપ્રતીક્ષિત સિરીઝનો પ્રારંભ થઈ જશે.  ભારતીય ટીમને આ પ્રવાસ પર જીતની મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. ભારતની પાસે બેટ્સમેન  સિવાય બોલિંગ આક્રમણ પણ છે જે એક સકારાત્મક વાત છે. 

માત્ર એક ટેસ્ટ જીત્યું છે ભારત
1947-48ના પ્રથમ ટેસ્ટ પ્રવાસથી લઈને 2014 સુધી ભારતે ઓસ્ટ્રેલિયાના એડિલેડ મેદાન પર 11 ટેસ્ટ મેચ રમી  છે. આ 11 મેચમાં ભારતીય ટીમને માત્ર એકવાર 2003માં જીત મળી છે. તો ઓસ્ટ્રેલિયાએ સાત વખત ભારતને  આ વિકેટ પર હરાવ્યું છે. ત્રણ મેચ ડ્રો રહી છે. 

આ વખતે ભારતની પાસે બોલિંગ એટેક
એડિલેડનો ઇતિહાસ ભારતીય ટીમ માટે ખૂબ સારો ન રહ્યો હોય પરંતુ આ વખતે તસ્વીરને બદલી શકાય છે.  પહેલાની ટીમો પાસે સામાન્ય રીતે તેવું બોલિંગ આક્રમણ ન હતું જે વિદેશી પ્રવાસ પર 20 વિકેટ ઝડપી શકે  પરંતુ કોહલીની ટીમ આ મામલામાં આગળ છે. ટીમ ઈન્ડિયાની પાસે ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર  કુમાર, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીના રૂપમાં મજબૂત ફાસ્ટ બોલર છે. સ્પિન આક્રમણમાં આર અશ્વિન અને  જાડેજા સિવાય કુલદીપ યાદવ પણ છે.

બેટિંગ પણ મજબૂત
વિરાટ કોહલી, રહાણે, રોહિત શર્મા જેવા બેટ્સમેન છે જે ઓસ્ટ્રેલિયાનો સામનો કરી શકે છે. આ સિવાય મુરલી  વિજય, રાહુલ અને પૂજારા ટીમમાં હોવાથી ટીમની બેટિંગ લાઇનઅપ મજબૂત લાગી રહી છે. 

ઓસ્ટ્રેલિયાનું સંકટ
ઓસ્ટ્રેલિયાનું મોટું સંકત તેની બેટિંગ છે. વોર્નર અને સ્મિથ બહાર હોવાથી કાંગારૂની બેટિંગ વિખાયેલી છે. હાલમાં  પાક સામેની ટેસ્ટ સિરીઝમાં તેના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા. સિરીઝમાં તેનો પરાજય થયો હતો. રિકી પોન્ટિંગ  અને તેના પૂર્વ કેપ્ટનો માને છે કે, સિરીઝ ઓસ્ટ્રેલિયા જીતશે. પોન્ટિંગને ઉસ્માન ખ્વાજા અને શોન માર્શ પાસે  આશા છે. પોન્ટિંગની નજરમાં જે ટીમ શાનદાર બેટિંગ કરશે તે ટીમ સિરીઝમાં વિજય મેળવશે. 

ઓસ્ટ્રેડિયાનો મજબૂત પક્ષ
ઓસ્ટ્રેલિયાની પાસે મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, પેટ કમિન્સના રૂપમાં મજબૂત અને વિવિધતા પૂર્ણ બોલિંગ  એટેક છે. નાથન લાયનની ઓફ સ્પિન બોલિંગનો પણ વિકલ્પ છે. ઓફ સ્પિનર્સ વિરુદ્ધ ભારતીય ટીમ હાલના  પ્રવાસમાં ખૂબ પરેશાન થઈ હતી. મોઇન અલીએ ઈંગ્લેન્ડના પ્રવાસમાં ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી  દીધા હતા. તેવામાં જોવાનું રહ્યું કે, લાયન કેવું પ્રદર્શન કરે છે. 

વિરાટનો એડિલેડ પ્રેમ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને એડિલેડના મેદાનથી ખુબ પ્રેમ રહ્યો છે અને આ વાત ટિમ પેન એન્ડ  કંપની સારી રીતે જાણે છે. 2012માં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન એડિલેડ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં વિરાટે 116  રન બનાવ્યા હતા. ભારતને આ મેચમાં 298 રનથી હાર મળી હતી. ત્યારબાદ 2014માં કેપ્ટન તરીકે પોતાના  પ્રથમ મેચમાં વિરાટે આ મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

તેણે આ મેચની બંન્ને ઈનિંગમાં સદી ફટકારી હતી. પ્રથમ ઈનિંગમાં કોહલીના બેટથી 115 રન અને બીજી  ઈનિંગમાં 141 રન નિકળ્યા હતા. કોહલી જ્યાં સુધી ક્રીઝ પર રહ્યો ત્યાં સુધી ભારતને જીતની આશા હતી. બીજા  છેડે બેટ્સમેનો આઉટ થયા ગયા અને ભારત 48 રનથી આ મેચ હારી ગયું હતું. 

કોહલીને જોઈએ સાથ
છેલ્લા કેટલાક સમયથી કોહલી ટીમ ઈન્ડિયાનો એકમાત્ર યોદ્ધા નજર આવે છે. ઈંગ્લેન્ડના પ્રવાસમાં પણ  બીજીતરફ સાથ ન મળ્યો. ઓસ્ટ્રેલિયામાં પણ સફળતા માટે ભારત માત્ર કોહલી પર નિર્ભર રહે તો તે સારા સંકેત  નથી. ટીમના બાકીના બેટ્સમેનોએ પણ રન બનાવવા પડશે. 

ઐતિહાસિક છે મેદાન
એડિલેડ ઓવલના મેદાન પર પ્રથમ મેચ 12-16 ડિસેમ્બર 1884મા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી.  134 વર્ષ જૂના આ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ 76 મેચ રમી છે જેમાં તેને 40માં જીત મળી છે અને 17મા હાર મળી  છે. તો 19 મેચ ડ્રો રહી છે. 

પોન્ટિંગ છે સૌથી આગળ
રિકી પોન્ટિંગના નામે આ મેદાન પર સૌથી વધુ રન છે. તેણે 17 મેચોમાં 1743 રન બનાવ્યા છે. તો ભારતીય  બેટ્સમેનોની વાત કરીએ તો રાહુલ દ્રવિડે ચાર ટેસ્ટ મેચોમાં 401 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 2 મેચોમાં  394 રન બનાવીને બીજા સ્થાને છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news