ચૂંટણી લડવા અંગે હાર્દિકે ફેસબુક પર પૂછ્યો પ્રશ્ન, જાણો લોકોનું શું છે રિઍક્શન
પાટીદાર આંદોલન બાદ રાતોરાત લાઇમ લાઇટમાં આવનાર હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશમાં યોજાયેલી એક રેલીમાં આગામી ગુજરાત લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
Trending Photos
અમદાવાદ: પાટીદાર આંદોલન બાદ રાતોરાત લાઇમ લાઇટમાં આવનાર હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશમાં યોજાયેલી એક રેલીમાં આગામી ગુજરાત લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે આ સાથે જ હાર્દિક પટેલ કઇ બેઠક પર ચૂંટણી લડશે તેની અટકળો શરૂ થઇ ગઇ હતી. ત્યારે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક સર્વે હાથ ધર્યો છે. જેમાં હાર્દિક પટેલને આગામી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવા માટે લોકોનું સમર્થન મળતું હોય તેવું જોવા મળી રહ્યું છે.
લોકસભા ચૂંટણીને લઇને હાર્દિક પટેલે આજે ફેસબુક પેજ પર એક પોલ સર્વે શરૂ કર્યો છે. જેમાં તેણે તેના જનતાને પૂછ્યું કે એક જ સવાલ અને આપના સાચા જવાબની આશા રાખું છું. મેં ચૂંટણી લડવાનું વિચાર્યું પણ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે? હાર્દિક પટેલના આ સર્વે પર અત્યાર સુધીમાં 71 ટકા લોકોએ હાર્દિકને ચૂંટણી ઝંપલાવવા માટે સમર્થન આપ્યું છે. જ્યારે 29 ટકા લોકોએ હાર્દિકને ચૂંટણી ન લડવાનો અભિપ્રાય આપ્યો છે.
હવે જોવાનું એ રહ્યું કે જો હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણી લડવા તૈયાર થાય છે. તો હાર્દિક પટેલ ગુજરાતમાં કઇ બેઠક પરથી ચૂંટણી લડશે. જોકે મહેસાણા અને અમરેલી હાર્દિક પટેલ માટે સેફ બેઠક ગણાય છે. ત્યારે હાર્દિક પટેલ સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી ચૂંટણી લશે તેવી ચર્ચાઓએ વધુ જોર પકડ્યું છે. કેમ કે, અમરેલીએ ગુજરાતમાં સૌથી વધુ પટેલ વસ્તી ધરાવતો જિલ્લો છે. હાર્દિક પટેલ થોડા સમય પહેલા જ અમરેલી જિલ્લાના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. તેથી હાર્દિક પટેલ અમરેલી જિલ્લામાંથી લોકસભા ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે