હાર્દિક પટેલ આજે બપોરે ઉપવાસ છોડશે, સમાજના વડીલોના હાથે કરશે પારણાં
છેલ્લા 19 દિવસથી ઉપવાસ કરી રહી રહેલ પાસ કન્વિનર હાર્દિક પટેલ આજે બપોરે ઉપવાસ છોડશે. બપોરે ત્રણ વાગે સમાજના વડીલોના હાથે પારણાં કરશે એવું પાસ નેતા મનોજ પનારાએ આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
Trending Photos
અમદાવાદ : છેલ્લા 19 દિવસથી ઉપવાસ કરી રહી રહેલ પાસ કન્વિનર હાર્દિક પટેલ આજે બપોરે ઉપવાસ છોડશે. બપોરે ત્રણ વાગે સમાજના વડીલોના હાથે પારણાં કરશે એવું પાસ નેતા મનોજ પનારાએ આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું છે. પત્રકારોને વિગત આપતાં મનોજ પનારાએ કહ્યું કે, સમાજના વડીલોએ અમને કહ્યું કે, સરકાર સાંભળતી નથી. સરકાર એવું ઇચ્છી રહી છે કે હાર્દિક બિમાર થાય અને પહેલા જેવો લડવૈયો ન રહે. પરંતુ અમારે સિંહ જેવો હાર્દિક જોઇએ છે અને એટલે આજે બપોરે ત્રણ વાગે સમાજના વડીલો, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ, કાર્યકરોના કહેવાથી આજે પારણાં થશે.
પાસ નેતા મનોજ પનારાએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આ સરકાર હિટલરશાહી અને તાનાશાહી સરકાર છે. ગાંધીજી, સરદાર પટેલે અનેકવાર આંદોલનો કર્યા એ ઉપવાસમાં ઘણીવાર સફળતા મળી. પરંતુ જે જનજાગૃતિ ઉભી થઇ છે જે ચાર કરોડ ખેડૂતો જાગૃત થયા છે એના કારણે આજે સરકારે માંગણી સ્વિકારી નથી. આગામી દિવસોમાં હાર્દિક પટેલના ઉપવાસના કારણે માનવી પડશે. લોકો પ્રશ્નો પૂછતા થઇ ગયા કે પાટીદારોને અનામત ક્યારે આવશે. અલ્પેશ કથેરિયાને જેલમુક્ત નહી કરવામાં આવે તો સુરતથી
આવતીકાલે મોરબીથી ટંકારા સુધી યાત્રા કાઢવામાં આવશે. આ ઉપરાંત, પાલનપુર, ઉત્તર ગુજરાતથી યાત્રા કાઢવામાં આવશે. હાર્દિકનું સ્વાસ્થ્ય સારું થઇ ત્યારે તે દરેક કાર્યક્રમમાં હાજર રહેશે.
ગણપતિ ઉત્સવમાં આ મુદ્દાને જોડી દઇએ. અલ્પેશ કથેરિયાની જેલમુક્તિની નહી થાય તો આંદોલન કરીશું અને અલ્પેશ કથેરિયાની જેલમુક્તિ નહી થાય તો આંદોલન કરીશું. મનોજ પનારાએ વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક જિદ્દી જરૂર છે પરંતુ સમાજને માન આપી પારણાં કરી રહ્યો છે. હાર્દિક પટેલ આજે 3 વાગે સામાજિક સંસ્થાઓ, સંતોની હાજરીમાં પારણા કરશે.
19 દિવસોથી અનશન પર બેઠેલા હાર્દિકનું વજન 20 કિલો ઓછું થઇ ગયું છે અને તેણે બે દિવસ માટે હોસ્પિટલમાં ભરતી કરાવવો પડ્યો હતો. અહીં હાર્દિદે જેડીયૂ નેતા શરદ યાદવના હાથે જળ ગ્રહણ કર્યું હતું. હાર્દિક પટેલને કોંગ્રેસ સમર્થન પહેલા દિવસથી મળી રહ્યું છે. આ દરમિયાન રોજ તેમની પાસે કોઇને કોઇ નેતા મળવા આવતા રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કથગરા, કિરિટ પટેલ અને મહેશ પટેલે મુલાકાત કરી હતી. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે પણ મંગળવારે હાર્દિકને મળીને ઉપવાસ તોડવાની અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સતત બીજા દિવસે પાટીદાર વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલને સમર્થન આપ્યું છે. આર કે યુનિવર્સિટીના ગેટ પાસે વિદ્યાર્થીઓએ સતત બીજા દિવસે પણ જય સરદારના નારા લગાવ્યાં હતા. સરકાર હાર્દિકને પારણાં નહી કરાવે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે