શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે AAPમાં? રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે પહેલા આપ્યો મોટો સંકેત
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. પોતાની જ પાર્ટી સામે હાર્દિક સવાલ ઉઠાવી ચૂક્યા છે. તો નારાજીના દોર વચ્ચે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના નારાજ નેતાઓની સાથે બેસીને મનાવી લેશું. 2017માં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સારી સીટો પર વિજય થયો હતો. આ વખતે ગુજરાતમાં 125 સીટો મેળવીશું.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાનીવ ચૂંટણી પહેલા હાર્દિક પટેલને લઈને કોકડું ગૂંચવાયેલું છે. હાર્દિક છેલ્લા કેટલાંક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ તેણે ભાજપની પ્રશંસા કરીને ખળભળાટ મચાવ્યો હતો. અગાઉ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે અને કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હાર્દિક પટેલે પોતાનું DP બદલ્યું હતું. વોટ્સએપ DP માં હાર્દિક પટેલે કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો હતો. જે અંગે પણ કાનાફૂસી શરૂ થઈ હતી. આ દિશામાં આજે હાર્દિક પટેલે વધુ એક બોમ્બ ફોડ્યો છે. હાર્દિકે ટ્વિટર પોફાઈલમાંથી કોંગ્રેસના હોદ્દોનું નામ દૂર કરતા રાજકીય ગલિયારોમાં ચર્ચાનું વિષય બન્યો છે. હાર્દિકે કાર્યકારી અધ્યક્ષનો હોદ્દો પણ હટાવી દીધો છે. હાર્દિક પટેલે ટ્વિટર પર સામાજિક- રાજકીય કાર્યકર લખ્યું છે. બીજી બાજુ હાર્દિક પટેલ ખુલ્લેઆમ બળવો કરવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, હાર્દિક પટેલની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે નારાજગી યથાવત રહી છે. આજે હાર્દિક પટેલે ટ્વિટર પરથી કોંગ્રેસી પરિચય હટાવતા ખળભળાટ મચ્યો છે. હાર્દિક પટેલનું કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી અનાદર થઈ રહ્યું હોય તેવી વાત સામે આવી રહી છે. હાર્દિકે સ્થાનિક નેતૃત્વથી કંટાળીને હાઈકમાન્ડને પણ ફરિયાદ કરી હતી, પરંતુ તેમાંથી કોઈ ઉકેલ નીકળ્યો નહોતો. હાર્દિકની આજની પ્રતિક્રિયા બાદ શું હાર્દિક પટેલ સંદેશ આપવા માંગે છે? શું હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવાના અંતિમ સંકેત આપી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે હવે સવાલ તે ઉભો થાય છે કે હાર્દિક વિધાનસભાની ચૂંટણી પહેલા શું કરશે? તે પહેલા ચર્ચા ચાલી રહી છે કે હાર્દિક ભાજપમાં જોડાશે અથવા તો ઘણા કહી રહ્યા છે કે હાર્દિક આપમાં જોડાશે. પરંતુ એક વાત ફાઈનલ છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલાં હાર્દિકે મોટો સંકેત આપી દીધા છે. જે ટૂંક સમયમાં સામે આવશે.
DP માંથી પહેલા પંજો હટાવ્યો, હવે કેસરી ખેસ પહેર્યો
હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાનો અહેવાલો વચ્ચે કોઈ કાર્યક્રમમાં સક્રિય રીતે ભાગ લેતા જોવા મળ્યો હતો. બેરોજગારી અને યુવાનોના મુદ્દાઓ મામલે કોંગ્રેસ સ્વાભિમાન સંમેલનનું આયોજન કર્યું હતું. જો કે, આ વચ્ચે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પણ સપાટી પર આવી રહ્યો છે. આજના સંમેલન અંગે હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની બાદબાકી કરવામાં આવી હતી. આ પહેલા પર હાર્દિક જાહેરમાં કહી ચુક્યા છે કે, તેઓ પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વથી નારાજ છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોતાના પ્રોફાઈલ પિક્ચરમાંથી કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન હટાવ્યું છે.
પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વથી હાર્દિક પટેલની નારાજગી વચ્ચે હાર્દિક પટેલે વોટ્સએપમાં પોતાનું DP બદલ્યું હતું, ત્યારે આ અંગે હાર્દિકે ખુલાસો કર્યો. પત્રકારોના સવાલનો જવાબ આપતા હાર્દિકે કહ્યું કે હું ડીપી બદલતો રહું છું. કોંગ્રેસથી નારાજગીનો હાર્દિકે ફરી સ્વીકાર કર્યો.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. પોતાની જ પાર્ટી સામે હાર્દિક સવાલ ઉઠાવી ચૂક્યા છે. તો નારાજીના દોર વચ્ચે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના નારાજ નેતાઓની સાથે બેસીને મનાવી લેશું. 2017માં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સારી સીટો પર વિજય થયો હતો. આ વખતે ગુજરાતમાં 125 સીટો મેળવીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે