ગુજરાતમાં અહીં બન્યુ દાદાનું રસોડું! હનુમાનજીના ધામમાં બનેલું સૌથી મોટું ભોજનાલય કેવું છે જાણો

Hanuman Jayanti: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કર્યું સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું. સાળંગપુર ધામમાં તૈયાર થયેલું આ ભોજનાલય એટલું અદભૂત છેકે, તેની રચના પણ જોવા લાયક છે.

ગુજરાતમાં અહીં બન્યુ દાદાનું રસોડું! હનુમાનજીના ધામમાં બનેલું સૌથી મોટું ભોજનાલય કેવું છે જાણો

બ્રિજેશ દોશી, બોટાદઃ આજે હનુમાન જયંતિની નિમિત્તે રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલાં ભવ્ય સાળંગપુર હનુમાન મંદિરમાં વહેલી સવારથી જ દાદાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે આજે અહીં ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સાળંગપુર ખાતે સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ધાટન કરાયું. ઉલ્લેખનીય છેકે, હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ગુજરાતના પ્રખ્યાત સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન મંદિર ખાતે 54 ફૂટ ઉંચી ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય મંત્રી અમિત શાહે જણાવ્યુંકે, સાળંગપુર દાદાના શરણમાં દરેક સંકટોનું નિવારણ થાય છે. મને પણ આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે. હું જેટલી વાર અહીં આવ્યો એટલી વાર અહીંથી શાંતિ, ઉર્જા અને ચેતના લઈને અહીંથી ગયો છું.

ગુજરાતના સૌથી મોટા ભોજનાલયની વિશેષતાઃ
7 વીઘામાં 55 કરોડના ખર્ચે ભોજનાલય બન્યુ
8 હજાર લોકો જમી શકે તેવી વ્યવસ્થા
એકસાથે 10 હજાર લોકોનું બની શકે છે ભોજન
20 મિનિટમાં બની જશે 180 કિલો ખીચડી
ભોજનાલયના તપેલામાં પ્રસાદ 10 કલાક ગરમ રહેશે
ભોજનાલયમાં સ્ટાફ માટે બન્યા છે 79 રૂમ 
ભક્તોની પ્રસાદી માટે બે ડાઈનિંગ હોલ 
કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે 5 હજાર મણ ચોખા
ભોજનાલય બનાવવામાં 17 લાખ ઈંટો વપરાઈ
તમામ ઈંટો પર લખાયા છે શ્રી રામના મંત્ર
ફ્લોરિંગની ટાઈલ્સમાં વિવિધ તીર્થની માટીનો ઉપયોગ

‘કિંગ ઓફ સાળંગપુર’
‘કિંગ ઓફ સાળંગપુર’ની મૂર્તિ 54 ફુટ ઉંચી છે. આ મૂર્તિનું મુકુટ 7 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે તેમજ મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. હનુમાન દાદાની આ મૂર્તિના હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. તો પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. હનુમાન દાદાની દાદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે. ‘કિંગ ઓફ સાળંગપુર’ની મૂર્તિનું નિર્માણ પંચધાતુમાંથી કરવામાં આવ્યું અને તેમાં પંચધાતુની જાડાઇ 7 એમએમ જેટલી છે. 54 ફુટ ઉંચી આ પ્રતિમા હરિયાણાના માનેસરમાં તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન 30 હજાર કિલો છે અને તે લગભગ 5000 વર્ષ સુધી અડીખમ રહે તેટલી મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news