HALOL: તળાવમાં ડૂબતા નાના ભાઇને બચાવવા જતા મોટો ડૂબ્યો, એક પરિવારમાં 2 મોત

પંચમહાલ જિલ્લાના હાલોલ અરાદ રોડ પર આવેલા ફાંટા તળાવમાં બપોરે ગરમીથી બચવા માટે નહાવા ગયેલા ચાર કિશોરો પાણીમાં ડુબ્યા હતા. જે પૈકી બે સગા ભાઇઓ તળાવના  પાણીમાં ડુબી જતા મોત નિપજ્યાં હતા. જ્યારે બે કિશોરોનો આબાદ બચાવ થઇ ગયો હતો. પાલીતાણાથી ફુગ્ગા વેચવાનો વ્યવસાય કરવા માટે આવેલા પરિવારના 16 વર્ષ અને 12 વર્ષના બે પુત્રો એક સાથે પાણીમાં ડુબી મોતને ભેટતા શોક છવાયો છે. 

HALOL: તળાવમાં ડૂબતા નાના ભાઇને બચાવવા જતા મોટો ડૂબ્યો, એક પરિવારમાં 2 મોત

ગોધરા : પંચમહાલ જિલ્લાના હાલોલ અરાદ રોડ પર આવેલા ફાંટા તળાવમાં બપોરે ગરમીથી બચવા માટે નહાવા ગયેલા ચાર કિશોરો પાણીમાં ડુબ્યા હતા. જે પૈકી બે સગા ભાઇઓ તળાવના  પાણીમાં ડુબી જતા મોત નિપજ્યાં હતા. જ્યારે બે કિશોરોનો આબાદ બચાવ થઇ ગયો હતો. પાલીતાણાથી ફુગ્ગા વેચવાનો વ્યવસાય કરવા માટે આવેલા પરિવારના 16 વર્ષ અને 12 વર્ષના બે પુત્રો એક સાથે પાણીમાં ડુબી મોતને ભેટતા શોક છવાયો છે. 

હાલોલ પોલીસ અને ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે દોડી જઇને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમતબાદ બંન્ને ભાઇના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બંન્ને બાળકો પોતાનાં પરિવાર સાથે નજીકમાં આવેલા મદારીવાસ ખાતે રહે છે. સૌરાષ્ટ્રના પાલીતાણાના અને ત્રણ મહિનાથી હાલોલનાં મદારીવાસમાં રહીને ફુગ્ગા વેચી પરિવાર માટે પેટીયં રળતા ગરીબ પરિવારનાં બે પુત્રો નજીકનાં તળવમાં ન્હાવા માટે પડ્યા હતા. 

જો કે બે સગા ભાઇ દિનેશ વાઘેલા (ઉ.વ 17) અને કાળુ દિનેશભાઇ (ઉ.વ 13) તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાં કાળુ વાઘેલા ઉંડા પાણીમાં ગરકાવ થતા તેણે બચવા માટે બુમરાણ મચાવી હતી. જેથી મોટો ભાઇ તેને બચાવવા માટે દોડ્યો હતો. તે પણ પાણીમાં ડુબી ગયો હતો. બંન્ને ભાઇઓ પાણીમાં ડુબી જતા સાથી મિત્રોએ બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થતા તેઓએ બુમાબુમ કરતા આજુબાજુ લોકો દોડી આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news