ગુરુના ચરણોમાં માતાપિતાએ ધરી દીધુ પોતાનું સંતાન, ગુરુદક્ષિણાનો અનોખો કિસ્સો

ગુરુના ચરણોમાં માતાપિતાએ ધરી દીધુ પોતાનું સંતાન, ગુરુદક્ષિણાનો અનોખો કિસ્સો
  • સાવરકુંડલાના માનવમંદિરમાં ગુરુપૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ મળ્યું દીકરાનું દાન
  • મધ્ય પ્રદેશના પરિવારે ગુરુદક્ષિણામાં દીકરાની ભેટ આપી સમાજિક ફરજ અદા કરી 

કેતન બગડા/અમરેલી :મધ્યપ્રદેશના હરદા શહેરમાં રહેતા અને ટીમ્બર માર્ટના વ્યવસાય સાથે જોડાયેલા ઘનશ્યામભાઈ પટેલના બે પુત્રોમાંથી સાત વર્ષના સોહમ નામના પુત્રને ગુરુદક્ષિણા (guru purnima) માં દીકરાનું દાન આપીને પોતાની એક સામાજિક અને અદભુત ફરજ પૂરી કરી હતી. 

ગુરુપૂર્ણિમા (guru purnima 2021) ના પૂર્વ સંધ્યાએ હરદા શહેરથી ઘનશ્યામભાઈ પટેલ અને તેમનો પરિવાર સાવરકુંડલા માનવ મંદિર આવી પહોંચ્યો હતો. આ પરિવારે પોતાના સાત વર્ષના પુત્ર સોહમને ગુરુ પૂ.ભક્તિ બાપુના ચરણોમાં સમર્પિત કર્યો હતો. બાપુએ પણ રાજીપો વ્યક્ત કરી સોહમને સપ્રેમ સ્વીકારી તેમના અભ્યાસનો ઉછેર તેમજ સંસ્કારની જવાબદારી પૂર્વક ફરજ અદા કરવાનું પણ આ પરિવારને વચન આપ્યું. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દીકરાના દાન દુધરેજની જગ્યામાં આપવામાં આવે છે અને સ્વીકારવામાં પણ આવે છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં માનવ મંદિરમાં આ પ્રથમ દાખલો એવો છે કે જ્યા દીકરાનું દાન મળ્યું હોય.

માનવ મંદિર (manav madir) એટલે આજથી સાત વર્ષ પહેલા રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર ભક્તિ બાપુએ નિસ્વાર્થ ભાવે અને સેવાની ભાવનાથી સ્થપાયેલ આશ્રમ. આશ્રમમાં નિરાધાર રખડતા ભટકતા મનોરોગી મહિલાઓને વિનામૂલ્યે દાખલ કરી સમાજમાં પુન સ્થાપિત કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 92 જેટલી બહેનો સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે. 

હાલમાં સંસ્થા દ્વારા 54 જેટલી મહિલાઓ પુનર્જીવન પ્રાપ્ત કરવાનું ભક્તિ બાપુની નિશ્રામાં પ્રયાસ કરી રહી છે. માનવ મંદિરમાં ક્યારેય કોઈ પાસે ફાળો નહિ ઉઘરાવવા કોઈ પાસે માંગવુ નહિ તેવા નિર્ણય સાથે આશ્રમ શરૂ કરાયો હતો. પરંતુ પ્રભુકૃપાથી સતત જરૂરિયાત મુજબનું દાન મળી રહે છે અને માનવ મંદિરના અનેક સેવકો ભક્તો યથાશક્તિ દાનની સરવાણી વહાવી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news