યોગમય ગુજરાત: રાજ્યના 75 આઈકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી, હજારો લોકો સાથે 'સરકારે' અમદાવાદમાં યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયાભરમાં યોગ કરીને લોકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે આ પર્વની ઉજવણીમાં ગુજરાત કઈ રીતે પાછળ રહી શકે. ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 

  • CM અને ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદમાં યોગ કર્યા
  • ગુજરાતમાં 75 આઈકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી
  • યોગના રંગે રંગાયું અમદાવાદ, રીવરફ્રન્ટ પર ઉજવણી
  • ગુજરાત હાઈકોર્ટમાં પણ યોગ દિવસની ઉજવણી કરાઈ

Trending Photos

યોગમય ગુજરાત: રાજ્યના 75 આઈકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી, હજારો લોકો સાથે 'સરકારે' અમદાવાદમાં યોગ કર્યા

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. દુનિયાભરમાં આજના દિવસે યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ગુજરાતમાં પણ અલગ અલગ 75 જેટલાં મહત્ત્વના સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ. ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદમાં રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હજારો લોકોની સાથે મળીને યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. સાથે આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોને યોગ કરીને ફિટ રહેવાની સલાહ આપી.

રાજ્યમાં યોગ દિવસની ઉજવણી માટે 75 સ્થળ પસંદ કરાયા છે. તેમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિક સ્થળ, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થળ, કચ્છના રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 22 પ્રવાસન સ્થળ, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌંદર્યધામ સામેલ છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડીલો, મહિલાઓ સહિત અંદાજે 1.5 કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો છે. જ્યાં CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગાસન કર્યા હતાં. ઉલ્લેખનીય છેકે, ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગ દિવસની ઉજવણીમાં જોડાયાં છે. જ્યાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ઉપરાંત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટમાં યોગ દિવસની ઉજવણી:
ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર ઉપરાંત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની હાજરીમાં યોગ અભ્યાસ કર્યો હતો.કોર્ટના સ્ટાફ અને એડવોકેટ એસોસિએશનના હોદેદારો,વકીલો પણ હાજર રહ્યા હતાં. કોર્ટ પરિસરમાં સામૂહિક રીતે યોગ અભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે.

હજારો લોકોએ જોડાઈને યોગ દિવસની ઉજવણી કરીઃ
આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જોડાઈને લોકોએ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી. અમદાવાદમાં 44 ગાર્ડનમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના સફેદ રણ ધોરડો ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં છે તો વડોદરામાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં છે. ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં છે તો મહેસાણામાં જિલ્લાના યોગ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં છે. જ્યારે ગાંધીનગર ખાતે યોગ કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news