GUJCET Exam 2022: આવતીકાલે રાજ્યભરમાં યોજાશે ગુજકેટની પરીક્ષા

ગુજરાત સેકેંડરી એન્ડ હાયર એન્ડ હાય સેકેંડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) આયોજિત થનાર ગુજરાત કોમ એંટ્રેંસ ટેસ્ટ  (Gujarat Common Entrance Test) ની પરીક્ષા આવતીકાલે એટલે કે 18 એપ્રિલ 2022 ના રોજ રાજ્યભરમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે

GUJCET Exam 2022: આવતીકાલે રાજ્યભરમાં યોજાશે ગુજકેટની પરીક્ષા

અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત સેકેંડરી એન્ડ હાયર એન્ડ હાય સેકેંડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) આયોજિત થનાર ગુજરાત કોમ એંટ્રેંસ ટેસ્ટ  (Gujarat Common Entrance Test) ની પરીક્ષા આવતીકાલે એટલે કે 18 એપ્રિલ 2022 ના રોજ રાજ્યભરમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. બોર્ડે પરીક્ષા (GUJCET 2022) ને લઇએ સંપૂર્ણ તૈયારી કરે લીધી છે. 

ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે. ગુજકેટ 2022ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ આપશે. રાજ્યભરમાં 5,461 બ્લોકમાં યોજાનાર પરીક્ષામાં 1,07,694 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં અમદાવાદ શહેરના 9,189 જ્યારે અમદાવાદ ગ્રામ્યના 4,983 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

વિદ્યાર્થીઓને સાદા કેલક્યુલેટર અને પેન સિવાય કોઇપણ સાહિત્ય લઇ જવા દેવાશે નહી. ગુજકેટમાં ભૌતિક, રસાયણ, જીવ વિજ્ઞાન અને ગણિતના વિષયના પ્રશ્નો પૂછવામાં આવે છે.  સવારે 10 થી 12 દરમિયાન ભૌતિક અને રસાયણ વિજ્ઞાનનું 40 - 40 માર્કના 120 મિનિટનું સંયુક્ત પેપર પૂછવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રના 1 માર્કના 40 પ્રશ્નો અને રસાયણશાસ્ત્રમાં પણ 1 માર્કના 40 પ્રશ્નો પૂછાશે. 

જીવવિજ્ઞાનની પરીક્ષા 60 મિનિટમાં 40 માર્કની લેવાશે એક - એક માર્કના 40 પ્રશ્નો પૂછાશે. ગણિતની પરીક્ષા 60 મિનિટમાં 40 માર્કની લેવાશે એક - એક માર્કના 40 પ્રશ્નો પૂછાશે. ગુજકેટની પરીક્ષા જે સેન્ટર પર હશે, એ સેન્ટર પર મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી એક દિવસ માટે બંધ રહેશે, જો પરીક્ષા કેન્દ્ર પર અન્ય બિલ્ડિંગ હોય તો રાબેતા મુજબ જે તે શાળામાં મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખી શકાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news