ગુજરાતના આ સાંસદો બનશે લકી? જુઓ PM મોદીના કેબિનેટમાં કોના નામની ચાલી રહી છે સૌથી વધુ ચર્ચા...

આજે નરેન્દ્ર મોદી તથા અમિત શાહ માટે મોટો દિવસ છે. આજે નરેન્દ્ર મોદી બીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. આજે માત્ર ભારતીયોની જ નહિ, પરંતુ વિશ્વની નજર આ પ્રસંગ પર રહેશે. અતિ ભવ્યાતિભવ્ય કાર્યક્રમના આયોજનમાં તેઓ વડાપ્રધાન તરીકેના શપથ લેશે. ત્યારે ગુજરાતના અનેક નેતાઓ પ્રસંગમાં હાજરી આપવા દિલ્હી પહોંચી ગયા છે. આ વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે, ગુજરાતના કયા નેતાઓને પીએમ મોદીના સંભવિત મંત્રીઓની યાદીમાં સ્થાન મળશે. આ વિશે વિવિધ નામો પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે જોઈએ, કોણ કોણ છે સંભવિતોની યાદીમાં....
ગુજરાતના આ સાંસદો બનશે લકી? જુઓ PM મોદીના કેબિનેટમાં કોના નામની ચાલી રહી છે સૌથી વધુ ચર્ચા...

હિતેન વિઠ્ઠલાણી/દિલ્હી :આજે નરેન્દ્ર મોદી તથા અમિત શાહ માટે મોટો દિવસ છે. આજે નરેન્દ્ર મોદી બીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. આજે માત્ર ભારતીયોની જ નહિ, પરંતુ વિશ્વની નજર આ પ્રસંગ પર રહેશે. અતિ ભવ્યાતિભવ્ય કાર્યક્રમના આયોજનમાં તેઓ વડાપ્રધાન તરીકેના શપથ લેશે. ત્યારે ગુજરાતના અનેક નેતાઓ પ્રસંગમાં હાજરી આપવા દિલ્હી પહોંચી ગયા છે. આ વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે, ગુજરાતના કયા નેતાઓને પીએમ મોદીના સંભવિત મંત્રીઓની યાદીમાં સ્થાન મળશે. આ વિશે વિવિધ નામો પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે જોઈએ, કોણ કોણ છે સંભવિતોની યાદીમાં....

Photos : ફાયર વિભાગમાંથી NOC ન મળતા શિક્ષકે બગીચામાં ભણાવવાનું શરૂ કર્યું 

ગુજરાતમાંથી નવા સંભવીત મંત્રીઓની યાદીમાં અનેક નામો ચર્ચાઈ રહ્યાં છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, મનસુખ માંડવિયા હાલ રાજ્યકક્ષાના પરિવહન મંત્રી એમને સ્વતંત્ર પ્રભાર મળી શકે છે. તો સામે પરષોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય નવા ચહેરાને તક અપાઈ શકે છે તેવું કહેવાય છે. જસવંત ભાભોરને ફરી ટ્રાયબલ મિનીસ્ટ્રીમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવાઈ શકાય છે. આ સામે ગુજરાતના 2 નવા ચહેરાનો સમાવેશ ગુજરાતમાંથી કરાઈ શકાય છે. ગત સરકારમા ગુજરાતના ચાર મંત્રી હતા, તો આ વખતે પણ ચાર મંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. 

તમે ક્યારેય નરેન્દ્ર મોદીને ‘ઠંડા ઠંડા કુલ કુલ’ રૂપમાં જોયા છે? તો વાંચી લો આ સમાચાર
 
બે નવા ચહેરાઓમાં ગુજરાતથી બીજેપી અધ્યક્ષ અમિત શાહના નામની પણ ચર્ચા ચાલી રહી છે. આ વાતને લઇને હુજ અટકળો ચાલી રહી છે કે, શાહ નવી સરકારનો ભાગ બની શકે છે અને તેમને એક મુખ્ય ચાર્જ સોંપવામાં આવી શકે છે. ભાજપની વ્યૂહરચના બનાવવાનો શ્રેય અમિત શાહને આપવામાં આવે છે. જોકે, તેમણે કેન્દ્રમાં મંત્રી પદ આપવાના સંબંધમાં હજુ કોઇ સ્પષ્ટતા કરી નથી. ત્યારે એવી પણ અટકળો ચાલી રહી છે કે, શાહ ભાજપ અધ્યક્ષ જ રહેશે. કેમ કે, આગામી એક વર્ષમાં કેટલાક મુખ્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપના નેતાઓનું માનવું છે કે, અગાઉના કેબિનેટના મોટા ભાગના અગ્રણી સભ્યોને જાળવી રાખવામાં આવે છે. તો બીજી તરફ, અમિત શાહને ગૃહમંત્રી અથવા તો ફાઈનાન્સ મંત્રી પણ બનાવાય તેવી ચર્ચા ચાલી રહી છે, 

બચેલા એક નવા ચહેરામા ગુજરાતથી એક મહિલાને તક અપાઈ શકે છે તેવુ કહેવાય છે. જેમાં વડોદરાથી ચૂંટાયેલા રંજન ભટ્ટ અથવા તો પૂનમ માડમ, બેમાંથી એકને આ વખતે મંત્રી બનાવાઈ શકાય છે. તો બીજી તરફ, નવસારીથી સૌથી વધુ લીડ મેળવીને જીતનાર સાંસદ સી.આર.પાટીલ પણ મંત્રીપદના દાવેદાર હોવાનું કહેવાય છે. 

ઉલ્લેખનીય છે કે, નવા મંત્રીમંડળમાં ભાજપના વરિષ્ઠ નેતા જેવા રાજનાથ સિંહ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઇરાની, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકરને તેમના સ્થાન પર યથાવત રાખવાની આશા છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઇરાનીને એક મહત્વનો ચાર્જ મળવાની આશા છે. સમગ્ર દેશમાં જંગી બહુમતીથી જીતનારા નવસારીના સાંસદ સતત ત્રીજી વાર વિજેતા બન્યા છે.

મોદી મંત્રીમંડળને લઈને શિવસેનાના નેતા સંજય રાવતે દાવો કર્યો છે કે, એનડીએના તમામ ઘટક દળોમાંથી એક નેતાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે. આ નિર્ણય લેવામાં આવી ગયો છે કે, પ્રત્યેક ઘટક દળથી એક મંત્રી હશે. શિવસેના તરફથી એક મંત્રી શપથ લેશે. ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ સાવંતનું નામ આપ્યું છે. તેઓ મંત્રીપદ તરીકેના શપથ લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news