કોંગ્રેસે વધુ એક યાદી બહાર પાડી, મહેસાણાથી એ.જે પટેલને મળી ટિકિટ

લોકસભા ચૂંટણી 2019ને લઇને ભારે મથામણ બાદ કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાન બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે વધુ એક યાદી બહાર પાડી, મહેસાણાથી એ.જે પટેલને મળી ટિકિટ

તેજશ દવે, મહેસાણા: લોકસભા ચૂંટણી 2019ને લઇને ભારે મથામણ બાદ કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાન બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. ત્યારે હજુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરતા કરવામાં આવી નથી.

— ANI (@ANI) April 1, 2019

લોકસભા ચૂંટણનીને લઇને ભારે મથામણ બાદ મોડી રાત્રે કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાત લોકસભાની મહેસાણા બેઠક પરથી એ.જે પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇ મહેસાણા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને મોડી રાત્રે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ સાથે જ એ.જે પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપે હજુ સુધી ઉમેદવારના નામની જાહેરતા કરી નથી તો તમે સમજી શકો છો કે ભાજપ કેટલું ભયભીત છે અને આ સાથે જ તેમણે મહેસાણા બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઇ હતી. જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાન બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાતમાં એ.જે પટેલના નામની સાથે મહારાષ્ટ્રની રાવેર અને પુણે બેઠક પરથી ડો. ઉલ્લાસ પાટીલ અને મોહન જોશીના નામની જાહેરાત કરવામાં આવી છે. તો રાજસ્થાનની ગંગાનગર-એસી, જયપુર રૂરલ, અજમેર, રાજસમંદ, ભીલવાડા અને ઝાલાવાડ-બારન બેઠક પરથી ભારતરામ મેઘવાલ, ક્રિષ્ના પુનિયા, રીજ્જુ ઝૂનઝૂનવાલા, દેવકીનંદન ગુર્જર, રામપાલ શર્મા અને પ્રમોદ શર્માના નામની જાહેરાત કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news