અમદાવાદ: સેટેલાઇટમાં કન્સ્ટ્રકશન સાઈટમાં સાતમાં માળેથી પડતા મજૂરનું મોત

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી વિક્રમ નગર કોલોની નજીક નવી કન્સ્ટ્રકશન સાઈડ પર કામ કરતા એક મજુર પટકાયો હતો. રત્ના કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની સાઈડમાં મજુર કચરો દુર કાઢવાનું કામ સાતમા મળી કરી રહ્યો હતો. તે દરમિયાન નીચે પડતા ઘટનાસ્થળ પર જ મોત ને ભેટ્યો હતો.

અમદાવાદ: સેટેલાઇટમાં કન્સ્ટ્રકશન સાઈટમાં સાતમાં માળેથી પડતા મજૂરનું મોત

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી વિક્રમ નગર કોલોની નજીક નવી કન્સ્ટ્રકશન સાઈડ પર કામ કરતા એક મજુર પટકાયો હતો. રત્ના કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની સાઈડમાં મજુર કચરો દુર કાઢવાનું કામ સાતમા મળી કરી રહ્યો હતો. તે દરમિયાન નીચે પડતા ઘટનાસ્થળ પર જ મોત ને ભેટ્યો હતો.

મળતી માહિતી અનુસાર મૃતક સુરેશ મેડા મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. અને કન્સ્ટ્રક્શન સાઇટ પર છેલ્લા કેટલાય સમયથી કામ કરી રહ્યો હતો. જોકે આ બનાવની જાણ થતા તાત્કાલીક સેટેલાઈટ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કન્સ્ટ્રકશન સાઈડ માલિક પર બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધી હતી.

મહત્વનું છે કે અવારનવાર ચાલુ કન્સ્ટ્રક્શન સાઈડ પર મજુરોના મોત થયા બાદ પણ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટર મજૂરોની સેફટી અંગે કોઈ પણ નક્કર પગલા ભરતા નથી. જેને લઇ સેટેલાઇટ પોલીસે બિલ્ડિર વિરુદ્ધ ગુન્હો નોધીને મજૂરના મોત અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news