ડોક્ટર પર હુમલાની અસર ગુજરાતમાં પણ, હડતાળ પર ઉતર્યા હજારો તબીબ

બંગાળમા દર્દીના સગાઓ દ્વારા ડોકટર પર થતા હુમલાની અસર દેશભરમાં થઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં તબીબો હડતાળ પર ઉત્રયા છે. બંગાળના હુમલાના સહકારમાં રાજ્યભરની તમામ હોસ્પિટલમાં વિરોધ કરાઈ રહ્યો છે. 

ડોક્ટર પર હુમલાની અસર ગુજરાતમાં પણ, હડતાળ પર ઉતર્યા હજારો તબીબ

અમદાવાદ :બંગાળમા દર્દીના સગાઓ દ્વારા ડોકટર પર થતા હુમલાની અસર દેશભરમાં થઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં તબીબો હડતાળ પર ઉત્રયા છે. બંગાળના હુમલાના સહકારમાં રાજ્યભરની તમામ હોસ્પિટલમાં વિરોધ કરાઈ રહ્યો છે. 

રથયાત્રા પહેલા જળયાત્રા : સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરવા ગજરાજ નીકળ્યા 

બંગાળમાં ડોકટર પર થયેલા હુમલા બાદ IMA મેદાને આવ્યું છે. જેને પગલે આજે 17 જૂને દેશભરમાં ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે. હડતાળનો મુખ્ય મુદ્દો ડોકટરોની સુરક્ષાનો છે. ત્યારે આજે 17 જૂને સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે ડોકટરો હડતાળ પર ઉતર્યા છે. જેને કારણે દર્દીઓને સહન કરવાનો વારો આવ્યો છે. જોકે, હડતાળની વચ્ચે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. 

બંગાળમાં દર્દીના સબંધીએ તબીબને માર મારવાના મામલાની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદ મેડિકલ એસોએ હાલમાં જ 10 થી 12 સુધીની હડતાલ પાડી હતી. અમદાવાદના મેડિકલ એસોસિયેશન ખાતે શહેર અને રાજ્યના ડોકટરો એકઠા થયા હતા. ત્યાર બાદ ન્યાયની માંગણી સાથે શાંતિ પૂર્ણ એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ડોક્ટર સહિત મેડકિલ સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા. તેમણએ સરકાર પાસેથી કડકમાં કડક કાયદો બનાવવાની માંગ કરી છે અને સુરક્ષા પુરી પાડવા પણ માંગ કરી છે.  

https://lh3.googleusercontent.com/-TgnacwSG338/XQcckxhldCI/AAAAAAAAHZA/IX-zcvmQU8kOjrhxcxbj7m72XIb0RB1nwCK8BGAs/s0/Doctors_Strike.JPG

  • સુરત શહેરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 3500 તબીબો તેમજ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના 500 જેટલા રેસિડેન્ટ તબીબો પણ આ હડતાળમાં જોડાયા છે. જેની સીધી અસર શહેરમાં રોજ ઓપીડી સારવાર લેતા દર્દીઓની સારવાર પર અસર થવાની શરૂઆત થઈ છે. સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી બહાર લાઈનો લાગવાની શરૂઆત થઈ ગઈ છે. વોર્ડમાં ચાલતી સારવારનું ફોલો અપ લેવાનું પણ ચાલું કરી દેવામાં આવ્યું છે. જોકે, તમામ સારવારની જવાબદારી એપી એસોસિએટ, મેડિકલ કોલેજના પ્રોફેસર અને એચઓડી પર હોવા છતાં ઓપીડીઓમાં એકપણ ડોક્ટર હાજર નથી.
  • વડોદરાના પાદરા, પંચમહાલ અને પાટણના તબીબો પણ હડતાળમાં જોડાયા છે. પંચમહાલના 6૦૦થી વધુ તબીબો વિરોધમાં જોડાયા છે. 
  • ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તબીબોએ મેડિકલ કોલેજની બહાર વિરોધ દર્શાવ્યો અને ડોક્ટરોને રક્ષણ આપવાની માગણી કરી. તબીબો પર હુમલા અંગે કાયદામાં સુધારો કરવા અને કાયદાનું કડક પાલન કરવાની માંગણી કરી હતી.
  • આજે સૌરાષ્ટ્રના 6000 થી વધુ ડોકટરો હડતાળ પર ઉતર્યા છે. તો રાજકોટના 1650 ડોકટરો આજે હડતાળ પર છે. દર્દીઓને મુશ્કેલી ના થાય તે માટે રાજકોટની હોસ્પિટલોમાં પણ ઈમરજન્સી સારવાર ચાલુ રહેશે. જોકે OPD બંધ રાખવામાં આવશે. 
  • વડોદરાના તબીબો પણ આજે હડતાળ પર છે. તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં તબીબો આજે ઓ.પી.ડી બંધ રાખશે. સયાજી હોસ્પિટલ સહિત ગોત્રી હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સ ઓ.પી.ડી અને ઇન્ડોર સેવાઓથી દૂર રહેશે. હડતાળને પગલે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ઓ.પી.ડી સેવાઓ માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. હુમલાના વિરોધ માટે યોજાયેલ હડતાળમાં વડોદરાના 3 હજાર તબીબો જોડાશે. સયાજી અને ગોત્રી બંને સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી અને આઈ.સી.યુમાં તબીબો ફરજ બજાવશે.
  • સાબરકાંઠામાં હિંમત નગર સહિત જિલ્લામાં ડોકટરો હડતાળ પર જોડાયે છે. તબીબો હિંમતનગર મેડિકલ કોલેજમાં દેખાવો કરશે અને સાંજે કેન્ડલ માર્ચ કરશે
  • મહેસાણાના તમામ ડોકટરો મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખાતે એકઠા થયા. મહેસાણાના 250 કરતા વધુ ડોકટરો હડતાળમાં જોડાયા 

https://lh3.googleusercontent.com/-5kBpNu2x5to/XQcdJo6NQzI/AAAAAAAAHZU/CJoYHM40sHEYnHDgzb0DDnGG_6sm0oKVgCK8BGAs/s0/Jamnagar_Doctor_Live.JPG

હડતાળ પર ન જવાની અપીલ
રાજ્યમા ડોક્ટરોને હડતાળ પર ન જવા આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર તેમની રજૂઆતો કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારને પહોંચાડશે. રાજ્યમાં દર્દીઓને
હેરાનગતિનો સામનો ન કરવો પડે અને ઈમરજન્સીના દર્દીઓને સારવાર મળી રહે તે માટે દર્દીઓના હિતમાં હડતાળ પર ન જવા અમારી અપીલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news