ગુજરાત અને સહકારી ક્ષેત્ર એકબીજાના પર્યાય છે, 17 લાખ મહિલાને સહારે ડેરી ક્ષેત્ર અડીખમ ઉભુ છે
Trending Photos
ગાંધીનગર : વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. બે દિવસીય કાર્યક્રમમાં તેઓ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહર્તથી માંડી લોકાર્પણ કરવાનાં છે. સવારે 10 વાગ્યે રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કે.ડી.પીનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ 4 વાગ્યે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે. જ્યાં સી.આર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું. IFFCO, ક્લોલના નેનો યુરિયા પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યા બાદ PM એ કહ્યું કે, નેનો યુરિયાના આવા 8 નવા પ્લાન્ટ બનશે.
પીએમ મોદીનું સંબોધન...
* ગુજરાતના 6 ગામોમાં સહકારી ક્ષેત્રની યોજનાઓ લાગુ થશે
* આજે ખેડૂતો યુરિયા લેવા જાય છે એ સ્થિતિ અને હવે નવી સ્થિતિની કલ્પના કરો
* યુરિયાની એક બોરીની તાકાત નેનો યુરિયાની અડધા લિટરની બોટલ બરાબર છે
* કેટલો ખર્ચ ઘટી જશે અને નાના ખેડૂતોને કેટલો મોટો લાભ થશે
* ક્લોલના આધુનિક પ્લાન્ટની કેપેસિટી 1.5 લાખ બોટલની છે
* આવા 8 નવા પ્લાન્ટ દેશ ભરમાં બની રહ્યા છે
* આનાથી વિદેશથી આવતા યુરિયા પરનું ભારણ ઘટશે
* ભવિષ્યમાં બીજા નેનો ફર્ટિલાઈઝર બનશે તેવી આશા છે
* ફર્ટિલાઈઝર નો ઉપયોગ કરતો ભારત સૌથી મોટો બીજો દેશ છે અને ઉત્પાદન કરતો ત્રીજો દેશ છે
* યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફર્ટિલાઈઝરમાં ભાવ વધારા છતાં ખેડુતો પર મુશ્કેલી નથી આવવા દીધી
* યુરિયાની એક બેગ 3500 રૂ ની પડે છે જે ખેડૂતોને ફક્ત 300 રૂ. માં આપીએ છીએ
* 3200 રૂ. થી વધુ સબસીડી સરકાર આપે છે
* અમારી પહેલાની સરકારોને DAP પર ફક્ત 500 રૂ સબસીડી નો બોજ હતો
* અમારી સરકારને DAP ની 50 કિલોની બેગ પર 2500 રૂ. સબસીડીનો બોજ છે
* ગયા વર્ષે 1.60 લાખ કરોડની સબસીડી ફર્ટિલાઈઝર પર ખેડૂતોને આપી છે
* આ વર્ષે આ સબસીડી 2 લાખ કરોડને પાર થશે
* ખેડૂતોના હિતમાં જે પણ જરૂરી છે તે કરીશું, કરીએ છીએ અને કરતા રહીશું
* પણ આપણે 21 મી સદીમાં વિદેશો પર નિર્ભર રાખીએ છીએ એના પર વિચારવું પડશે
* આ લાખો કરોડો વિદેશમાં કેમ જાય? એનો લાભ ખેડૂતોને ન થવો જોઈએ?
* ગુજરાતનો ખેડૂત પ્રગતિશીલ છે
* પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાતના નાના ખેડૂતો વળ્યા છે, તેમને અભિનંદન આપું છું
* આત્મનિર્ભરતામાં મુશ્કેલીઓનો અંત છે અને ગુજરાતના સહકારી ક્ષેત્ર એ આ જોયું છે
* પાલડીનું પ્રીતમનગર કો ઓપરેટિવ હાઉસિંગ નું પહેલું ઉદાહરણ છે
* ડેરી, ખાંડ ઉદ્યોગ અને બેન્કિંગ સહકારી ક્ષેત્રની સફળતાનાં ઉદાહરણ છે
* ભારત દૂધનું સૌથી મોટું ઉત્પાદક છે
* ભારત 1 વર્ષમાં 8 લાખ કરોડ રૂ. નું દૂધ ઉત્પાદન કરે છે
* હું કોઈની આલોચના નથી કરતો પણ યાદ કરવી જરૂરી છે
* એક સમય હતો જ્યારે ગુજરાતમાં ડેરી બનાવવા પર પ્રતિબંધ હતો
* હવે ચારેય દિશામાં ડેરીઓ વિકસિત થઈ રહી છે
* હું મુખ્યમંત્રી હતો ત્યારે સહકારી ક્ષેત્ર પર ઈન્કમ ટેક્સ લાગતો હતો
* મેં ઘણીવાર પત્રો લખ્યા પણ તોય કેન્દ્ર એ દૂર નહોતો કર્યો
* અમે કેન્દ્રમાં ગયા અને એ દૂર કર્યું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે