Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રામાં ગુજરાતીનું મોત, અન્ય એક યાત્રાળુની હાલત ગંભીર

Amarnath Yatra Update : અમરનાથ યાત્રામાં ગયેલા વડોદરાના વૃદ્ધનું મોત.. પંચતરણીમાં માઈનસ ડિગ્રી તાપમાનમાં અટવાયા હતા કેટલાય મુસાફરો.. રાજેન્દ્ર ભાટિયા નામના વૃદ્ધનું દર્શનાર્થે જતાં જ મોત.. મૃતદેહ પ્લેન મારફતે વડોદરા લવાશે..
 

Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રામાં ગુજરાતીનું મોત, અન્ય એક યાત્રાળુની હાલત ગંભીર

Amarnath Yatra bad weather : ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે ભારતની પ્રસિદ્ધ અમરનાથ યાત્રા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. જેને કારણે અનેક શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરવાના રસ્તે અટવાઈ પડ્યા છે. જેમાં અમરનાથની યાત્રા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓ ફસાયા છે. 30 જેટલા ગુજરાતી યાત્રાળુઓ અમરનાથના પંચતરણીમાં ફસાયા હોવાના અહેવાલ છે. જેઓએ ગઈકાલે વીડિયો જાહેર કરીને ગુજરાત સરકાર પાસેથી મદદ માંગી હતી. ત્યારે આ વચ્ચે જ વડોદરાના યાત્રાળુનું યાત્રા દરમિયાન મોત નિપજ્યું છે. 58 વર્ષીય વૃદ્ધ અમરનાથ યાત્રા દરમિયાન મોતને ભેટ્યા છે. 

વડોદરાના યાત્રાળુઓ અમરનાથ દર્શનાર્થે જતાં સમયે ફસાયા હતા. જેમાં અમરનાથ ગયેલા વેમાલીમાં રહેતા 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થયું છે. રાજેન્દ્રભાઈ ભાટિયાના મૃતદેહને પ્લેન મારફતે વડોદરા લાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. વડોદરાના 34 યાત્રીઓ પંચતરણીમાં ફસાયા હતા. માઈનસ 3 ડિગ્રી તાપમાનમાં કપડાં, ટેન્ટ, ગાદલાં ભીના થતાં તેમની હાલત કફોડી બની હતી. આવામાં હરણીના 15 યાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. પરંતુ 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું નિધન થયુ છે. તો વડોદરાના ન્યાય મંદિર વિસ્તારના 50 વર્ષના નીરૂબેનની હાલત પણ બગડી છે. પરંતુ હાલ ખરાબ હવામાનને કારણે સ્થિતિ એટલી ખરાબ છે કે, તબીબોએ પ્રાથમિક સારવાર માટે ઇમરજન્સીમાં નીચે લઈ જવાં લેટર આપ્યો છતાં લઈ જઈ શકાતું નથી. 

અમરનાથની જાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુ ત્રણ દિવસથી મોસમ ખરાબ થવાથી ફસાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરનાથમાં સુરતના 10 લોકો ફસાયા છે. તો વડોદરાના 20 લોકો પણ સાથે ફસાયા છે. ફસાયેલાગ ગુજરાતી યાત્રાળુના ગરમ પહેરવાની ચીજ વસ્તુઓ પણ પલળી ગઈ છે. કાતિલ ઠંડીમાં તેઓ ઠુઠવાઈ રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી આ શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેથી તેઓ ખરાબ વાતાવરણને કારણે બીમાર પણ પડી રહ્યાં છે. 

ગુજરાતના લગભગ 30 લોકો અમરનાથના પંચતરમા ફસાયા છે. આ કારણ તેઓને ગરમ કપડા માટે પણ બમણા ભાવ ચૂકવવા પડી રહ્યાં છે. જેથી તમામ ગુજરાતીઓએ ગુજરાત સરકારને અપીલ કરી છે. યાત્રાળુઓએ જણાવ્યું કે, અહીં 5 રૂપિયાની મેગીના 100 રૂપિયા અમારી પાસેથી વસૂલવામાં આવી રહ્યાં છે. યાત્રીઓએ કહ્યું, અમે રસ્તામાં અટવાયા છીએ, ઠંડી સહન થતી નથી, અમારું રેસ્કયુ કરો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news