ગુજરાતમાં આ તારીખ પછી મેઘરાજા બોલાવશે ધડબડાટી, જાણો કેમ હાલ ઘટી ગયું વરસાદનું જોર? 

Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેઓએ ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું.

 ગુજરાતમાં આ તારીખ પછી મેઘરાજા બોલાવશે ધડબડાટી, જાણો કેમ હાલ ઘટી ગયું વરસાદનું જોર? 

દેશભરમાં લગભગ એક અઠવાડિયા બાદ ઉકળાટવાળી ગરમી પછી હવે ફરીથી ચોમાસું સક્રિય થવાના એંધાણ છે. ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત, બિહાર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દેશના અન્ય ભાગોમાં હળવા વરસાદની ગતિવિધિઓની આશા છે. IMD ના જણાવ્યાં મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનું પૂર્વાનુમાન હળવાથી મધ્યમ અને છૂટાછવાયાથી લઈને વ્યાપક વરસાદની આશંકાના સંકેત આપી રહ્યા છે. વરસાદની આ પેટર્ન મંગળવારથી શનિવાર સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. 

ઉત્તરાખંડ, બિહારમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા વધુ છે. બુધવાર અને ગુરુવારે ભારે વરસાદ પડી શકે છે. પૂર્વાનુમાન મુજબ ઉધમસિંહ નગર તથા હરિદ્વાર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. 

જ્યારે બિહારના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, અને સિક્કિમમાં બુધવાર, શુક્રવાર અને શનિવારે આ પ્રકારનું હવામાન રહેવાનું પૂર્વાનુમાન છે. જ્યારે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતના અન્ય ભાગોમાં આગામી સપ્તાહમાં અપેક્ષા કરતા ઓછો વરસાદ પડી શકે છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ બુધવાર અને શનિવારે આવી જ સ્થિતિ રહેવાનું અનુમાન છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બુધવારે હળવા વરસાદની ગતિવિધિ હોવાના એંધાણ છે. પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ, ખુબ વ્યાપકથી વ્યાપક વરસાદ પડે તેવી શક્યતા છે. 

કેવી રહેશે ગુજરાતમાં વરસાદની સ્થિતિ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી પાંચથી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હળવા વરસાદી છાંટા કેટલાક વિસ્તારોમાં પડી શકે છે. હાલ માછીમારો માટે દરિયો ખેડવા કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે. જો કે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે પણ જાણી લો. 

હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેઓએ ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું. અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા રહી શકે છે. હાલ વાતાવરણની વાત કરીએ તો, બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળાના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. અને આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે. 

તેમણે કહ્યું કે, સોમાલીયા તરફથી આવતા ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગુજરાતમાં હળવા ઝાપટા પડી રહ્યા છે. આ પવનનું જોર આગામી 10 તારીખ સુધી રહી શકે છે. હાલ ગુજરાતનાં કચ્છની બોર્ડર નજીકના ભાગો, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે ઝાપટા વરસી શકે છે. 1 હજાર મિલિબારથી હવાનું દબાણ ઓછું રહેતા, કચ્છના ભાગોમાં ભારે પાવનનું જોર રહી શકે છે. તો કચ્છમાં 40-45 km/h ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 20-25 km/h નો પવન ફૂંકાઈ શકે છે. 

આ તારીખોમાં બનશે મજબૂત સિસ્ટમ!
હવામાન શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે, જે ગુજરાતમાં વરસાદ લઈને આવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર ઉપર અસર કરશે. એક પછી એક બંગાળના ઉપસાગરમા સિસ્ટમ બનતા બંગાળાના ઉપસાગરમાં ભારે હલચલ થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news