Gujarat Weather: આગામી 5 દિવસ ગુજરાત પર ભારે સકંટ...આકાશમાંથી ઝરશે આગ
Gujarat Weather Forecast: ઉનાળ હવે ધીરે ધીરે તેનો અસલી રંગ બતાવી રહ્યો છે. સુરજ હવે રીતસર દઝાડી રહ્યો છે. એવામાં આગામી પાંચ દિવસ ગરમી અંગે હવામાન વિભાગે જે આગાહી કરી છે એને જોઈને તમે પણ હચમચી જશો.
Trending Photos
Heat wave Forecast: ગુજરાતમાં હવે આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે. દિવસભર ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બપોરના સમયે હવે મોટાભાગના રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યાં છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે છે. આગામી 5 દિવસ આ શહેરોમાં પડશે આગ ઝરતો તાપ. જાણો આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે. ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી હિટવેવની આગાહી કરી છે. આગામી 5 દિવસ હજુ પડશે અંગ દઝાડતી ગરમી.
ગુજરાતમાં માર્ચ માસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. અમરેલી, રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 40ને પાર જતાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આ દરમિયાન હવામાન વિભાગે 7 મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે. ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે. કચ્છ, પોરબંદર, ભાવનગર, વલસાડ અને દીવમાં હીટવેવની શક્યતા છે. જેથી આ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર જવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છથી લઈને દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ રહેશે અને ગરમ તથા ભેજયુક્ત હવાને લીધે ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે.
ક્યા-ક્યા અપાયું છે અલર્ટ?
આજથી 5 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે. આકાશમાંથી વરસેલી અગનવર્ષાથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે. સાત શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જશે. ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત આપવામાં આવ્યાં છે.
કયો જિલ્લો સૌથી વધુ શેકાયો?
આકરી ગરમીના પ્રકોપમાં કચ્છ-સૌરાષ્ટ્ર શેકાયું. 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તો ભૂજ, અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદીઓ માટે આગામી 10 દિવસ ભારેઃ
તો પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ કાળઝાળ ગરમી વર્તાઇ રહી છે. 17 સ્થળોનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે. આંધ્ર પ્રદેશમાં તાપમાનનો પારો 46 ડિગ્રીથી ઉંચે ગયો છે. કાળઝાળ ગરમીને લીધે કેરળમાં છ મે સુધી સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. ભારતના દક્ષિણ ખૂણે થતી હલચલની સીધી અસર ગુજરાત પર પણ જોવા મળશે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદીઓએ પણ આગામી દિવસોમાં આગ ઝરતી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 10 દિવસ અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 41.4 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ શેકાયું છે. છ મે સુધી તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે