સંકટના સિગ્નલથી કચ્છ માત્ર એક ડગલુ દૂર : 10 નંબરનું સિગ્નલ લાગતા કંડલા બંદર ખાલી થયું

Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાને કારણે ઓખા, પોરબંદર, કંડલા અને નવલખી બંદરે લગાવવામાં આવ્યા સૌથી ભયજનક 10 નંબરના સિગ્નલ....સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે ફૂંકાઈ રહ્યો છે તેજ ગતિથી પવન...

સંકટના સિગ્નલથી કચ્છ માત્ર એક ડગલુ દૂર : 10 નંબરનું સિગ્નલ લાગતા કંડલા બંદર ખાલી થયું

Ambalal Patel Prediction : ભયંકર વાવાઝોડું ગુજરાત તરફ 5 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ધસી રહ્યું છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે તેની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે જોવા મળી રહી છે. બિપરજોય વાવાઝોડાને કારણે દ્વારકા બંદરે સૌથી ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. 10 નંબરનું સિગ્નલ એટે અતિભયજનક સિગ્લન. 10 નંબરના સિગ્નલને કારણે આખું કંડલા બંદર ખાલી કરી દેવાયું છે. તો બીજી બાજુ, ઓખા બંદર પર પણ 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. તો નવલખી, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક બંદરે હજી પણ 9 નંબરના સિગ્નલ થયાવત છે. 

કંડલા બંદર આખુ ખાલી કરાવાયું
કચ્છના કંડલા બંદર પર અતિભયજનક 10 નંબરનં સિગ્નલ લાગ્યું છે. કંડલા બંદર ઉપર 10 નંબરનુ સિગ્નલ લાગતા જ ડરનો માહોલ પેદા થયો છે. બંદર પર હાલ અતિભય સુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેનાથી કંડલા બંદરનું સિગ્નલ સ્ટેશન સતર્ક થઈ ગયું છે. કંડલામાથી લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. ખાનગી બોલેરો બસમા લેબર અને સ્થાનિક રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડાને કારણે પ્રસાશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અતિભય સુચક સિગ્નલ લગાવવામાં આવ્યું. કંડલા સિગ્નલ સ્ટેશનના હાર્બર માસ્ટર એલ આર મીનાએ આ સિગ્નલ અંગે જણાવ્યું કે, કંડલા બંદરનું સિગ્નલ સ્ટેશન સતર્ક બન્યું છે. અતિભય સુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 

મોરબીમાં પણ 10 નંબરનું સિગ્નલ
મોરબી જિલ્લાના નવલખી બંદરે હાઈ એલર્ટ મૂકાયું છે. 9 નંબરનું સિગ્નલ ચેન્જ કરીને 10 નંબરનું સિગ્નલ મુકવા આદેશ કરાયો છે. નવલખી બંદરને તાત્કાલિક અસરથી ખાલી કરવા અધિકારીને સૂચના અપાઈ છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના માંડવી બાજુ વાવાઝોડું અથડાઈ તેવી શક્યતા છે. ભારે પવન અને ભારે વરસાદ મોરબી જિલ્લામાં પડે તેવા સંકેત છે. 

 
જુદા જુદા નંબરના સિગ્નલ શુ સૂચવે છે 

  • સિગ્નલ નંબર 1 એ વાવાઝોડાને લઈને ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે હવા તોફાની અથવા સપાટાવાળી છે જેમાંથી વાવાઝોડું થઈ જવા સંભવ છે
  • સિગ્નલ નંબર 2 એ વાવાઝોડા અંગે ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે વાવાઝોડું ઉદભવ્યું છે સિગ્નલ એક અને બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને ભયનો સામનો કરવો પડશે
  • સિગ્નલ નંબર 3 એ સાવચેતીની ચેતવણી આપે છે, સપાટાવાળા હોવાથી બંદર પર ભય રહ્યો હોવાનો સંકેત દર્શાવે છે,
  • સિગ્નલ નંબર 4 એ ચેતવણી આપે છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ભારે તોફાની હવાનો અનુભવ થઈ શકે છે
  • સિગ્નલ નંબર 5 એ ભયજનક પરિસ્થિતિ સૂચવે છે, જેનો અર્થ થાય છે કે વાવાઝોડા થી બંદર ભયમાં છે, પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જણાતો નથી કે જેના માટે સાવચેતીના કડક પગલાં લેવા જરૂરી છે 
  • સિગ્નલ નંબર 7 એ ભયનો સંકેત દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે સાધારણ જોરવાળું વાવાઝોડું બંદરની ઉપરથી પસાર થઈ શકે છે, જેના કારણે બંદર પર ભારે તોફાની હવાઓ અનુભવાય શકે છે
  • સિગ્નલ નંબર 6 એ ભયજનક પરિસ્થિતિ દર્શાવે છે પરંતુ તેનો અર્થ થાય છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર કિનારા તરફ ઓળંગવાની સંભાવનાઓ છે જેથી બંદરે ભારે તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે
  • સિગ્નલ નંબર 8 એ મહાભયનું સંકેત આપે છે જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે
  • સિંગલ નંબર 9 દર્શાવે છે કે મહાભયની પરિસ્થિતિ છે, જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ કિનારો ઓળંગી શકે છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થતો હોય છે
  • સિગ્નલ નંબર 10 મહાભયજનક પરિસ્થિતિ દર્શાવે છે જેનો અર્થ છે ભારે ચોરવાળું વાવાઝોડું બંદર નજીક અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે, જેનાથી બંદરને ભારે તોફાની હવાઓનું અનુભવ થઈ શકે છે
  • સિંગલ નંબર 11 જે ખૂબ જ ભયાવ પરિસ્થિતિ દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે તમામ પ્રકાર ના સંદેશા વ્યવહાર બંધ થઈ ચૂક્યા છે, કોલાબા હવા ચેતવણી કેન્દ્ર સાથેના તાર વ્યવહાર ખોવાઈ ચૂક્યો છે, અને ખરાબ હવામાનનો ભય છે, સિગ્નલ નંબર ત્રણથી 11 દર્શાવે છે કે બંદર અને બંદરના વહાણો ભય છે.

કચ્છમાં 144 કલમ લગાવાઈ
કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ છે. વાવાઝોડા બિપરજોયને લઇ કલમ 144 લગાવવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ કલમ 12 જૂનથી 16 જૂન સુધી કલમ લાગુ રહેશે. 

હવામાન વિભાગના લેટેસ્ટ અહેવાલ અનુસાર, બિપરજોય ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યો છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું "બિપરજોય" આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાત ચેતવણી છે. પૂર્વમધ્ય અરબી સમુદ્ર પર આવેલ અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” છેલ્લા 6-કલાક દરમિયાન 7 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દક્ષિણ -દક્ષિણપશ્ચિમમાં દૂર છે. દેવભૂમિ દ્વારકાથી 360 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં દૂર છે. તો જખૌ પોર્ટથી 440 કિમી દૂર છે. નલિયાથી 440 કિમી દક્ષિણ -દક્ષિણપશ્ચિમમાં દૂર છે. અને કરાચીની દક્ષિણે 620 કિમી દૂર છે. આમાં મુંબઇ વિસ્તાર બુલેટિનમાંથી કાઢવામાં આવ્યો અને જખૌ પોર્ટ વિસ્તાર ઉમેરાયો છે. 14 જૂનની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે, પછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે છે. 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને જખૌ પોર્ટને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે અને મહત્તમ સતત પવન સાથે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન બનશે. 125-135 kmph ની ઝડપ થી 150 kmph ઝડપથી પવન ફૂંકાશે. કચ્છ અને સૌરાષ્ટ્ર કોસ્ટ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

બીપોરજોય વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં મીટીંગોનો દોર શરૂ થયો છે. ચીફ સેક્રેટરીએ યોજેલી મિટિંગમાં હવામાન વિભાગના અધિકારી પણ જોડાયા છે. ચીફ સેક્રેટરી ની મિટિંગમાં વિવિધ વિભાગના અધિકારીઓને જોડવામાં આવ્યા છે. વાવાઝોડાની પરિસ્થિતિને લઈને માહિતી મેળવવામાં આવી રહી છે. તેમજ સવારે હવામાનના ડીજીની પીએમ સાથે પણ બેઠક થઈ હતી. પીએમ પણ વાવાઝોડાને લઈને સીધી માહિતી મેળવી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news